મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં લાશો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હમણા બે દિવસ અગાઉ બાયડ તાલુકાના વસાદરા ગામ નજીક આવેલા ૧૫ વર્ષીય બાળકની હત્યા રાત્રીના સમય ગાળા દરમ્યાન કોઈ ઈસમે રાત્રીના સમય લાભ લઈ સચીન ને શરીરના ભાગે તેમજ માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સચીનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ  ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસ ટીમ એ ગણતરીના કલાકોમાં આરોપીને શોધીને જેલના હવાલે કર્યો હતો . જયારે ગુરુવારે બપોરના સુમારે આવેલા બાયડ તાલુકાના સાઠંબા નજીકના વિસ્તારમાં હઠીપુરા ગામની નજીક આવેલા ખારી ગામની સીમમાં કિશોર વયના છોકરા તથા મહિલાની લાશ મળી આવી હતી . લાશને જોવા માટે આજુબાજુના પ્રજાજનો જોવા માટે ઉમટી પડયા હતા બાળક તથા મહિલાની લાશ જોતા આજુબાજુના પ્રજાજનોમાં અનેક પ્રશ્નો ઉદ્ભવ હતા કે તેઓનું કહેવું હતું કે આ લાશ કોણી હશે કોણે મર્ડર કર્યો હશે તેવા અનેક પ્રશ્નો જોવા મળ્યા હતા. 

Advertisement


 

 

 

 

 

બાયડ તાલુકામાં લાશના બનાવો વધુ પ્રમાણમાં કિસ્સાઓ જોવા મળી રહ્યા છે . ત્યારે બાયડ ,સાઠંબા , આંબલીયારા પોલીસ હરકતમાં આવી છે . આવી લાશોના સમાચાર વાયુવેગ થતા પોલીસ ટીમ સ્થળ ઉપર તૈનાત જોવા મળી હતી . હઠીપુરા ગામની સીમ નજીક આવેલા ખારી ગામ સીમમાં બે મૃતદેહ મળી આવ્યા હતા બાળકને માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી . તેમજ ગળાના ભાગે નિશાનો જોવા મળ્યા હતા . જયારે મહિલાના શરીરના ભાગે આંખમાં લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી જયારે તેના ગળાના ભાગમાં કાળા કલરનું નિશાન જોવા મળ્યું હતું . મહિલા તથા બાળકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જ જોઈ શકાય છે જેથી પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ કરી રહી છે . આ મહિલા તથા બાળક ની હજુ ઓળખ થઈ નથી . મહિલા એ સાડી પહેરી છે ત્યારે બાળકે જીન્સ પેન્ટ તથા ટી - શર્ટ પહેર્યા છે . હાલના તબક્કે પોલીસ બન્ને ની ઓળખ કરવાના કામે લાગી છે . ઓળખ થયા પછી ખ્યાલ આવશે કે આ બન્ને માતા - પુત્ર છે કે કેમ અજાણ્યા છે . કોણે અને શા માટે હત્યા કરી , હત્યા અન્ય જગ્યાએ કરી લાશ ફેંકી દેવામાં આવી છે કે કેમ આ આવા અનેક સવાલો ફરતે જોવા મળ્યા છે .