મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પોલીસ વડા સંજય ખરાતે વધુ એકવાર પોલીસકર્મીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે જીલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ અને આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓની દિવાળી તહેવાર ટાણે જિલ્લામાં આંતરિક બદલી કરતા પોલીસકર્મીઓમાં દીવાળી ટાણે હોળી જેવો ઘાટ સર્જાયો છે દિવાળી પર્વમાં વધુ એક વખત આંતરિક બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં તરહ-તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.

અરવલ્લી જિલ્લા સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશસિંહ ભીખુસિંહ,ઈશ્વરસિંહ રામસિંહ અને ઘનશ્યામભાઈ કરસનભાઈ નામના પોલીસકર્મીઓની જિલ્લા અન્ય ત્રણ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે જયારે આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રોહિતસિંહ જગતસિંહ અને તાહેરબાનું સિકંદરભાઈ નામના પોલીસકર્મીની હેડક્વાટર ખાતે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં તેમજ વહીવટી સરળતા ખાતર બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.