મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના ખેલાડીઓ હવે રમત-ગમે ક્ષેત્રે દેશમાં ડંકો વગાડી રહ્યા છે. હોકી, કરાટે, તીરંદાજી, ચેસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી વિવિધ રમતોમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે ઉત્તરપ્રદેશ લખનઉ ખાતે ૯ મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

આ ચેમ્પિયનશિપમાં ભારત, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, સ્વીડન, જાપાન, ઉઝબેકિસ્તાન સહીત દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અરવલ્લી-સાબરકાંઠા ખેલાડીઓએ અલગ-અલગ ગ્રુપમાં ૭ ગોલ્ડ, ૫ સિલ્વર, ૬ બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં ડંકો વગાડ્યો હતો .

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના કરાટેના ખેલાડીઓએ મહારાષ્ટ્રના લોનાવાલા ખાતે યોજાયેલી નેશનલ ચેમ્પિયનશીપમાં ૧૧ રાજ્યોના ખેલાડીઓની ઉપસ્થિતિમાં ભવ્ય દેખાવ કરતા ઈન્ટરનેશલ ચેમ્પિઓનશીપ માટે તાલીમ આપવામાં આવતા કરાટે કોચ જુજાર સિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ઉત્તરપ્રદેશ લખનઉ ખાતેની ૯ મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી કાતા ઇવેન્ટમાં ૩ અને કુમીતેમાં ૪ ગોલ્ડ મેળવતા અરવલ્લી-સાબરકાંઠા કરાટે એશો સહીત જિલ્લામાંથી અભિનંદનની વર્ષા થઈ હતી. 

નામ અને મેળવેલા મેડલ્સ

(૧) પંચાલ કેષાએ ગોલ્ડ-૨, (૨) વાઘેલા વૈદહી ગોલ્ડ-૧, સિલ્વર-૧ (૩) ધામી અરમાન.આર ગોલ્ડ-૧, સિલ્વર-૧ (૪) જોષીયારા એની સિલ્વર-૨ (૫) પટેલ ઋત્વી ગોલ્ડ-૧, સિલ્વર-૧ (૬) આચાર્ય આસ્થા ગોલ્ડ-૧, બ્રોન્ઝ-૧ (૭) ડામોર ખુશ્બૂ બ્રોન્ઝ-૨ (૮) પટેલ ભક્તિ બ્રોન્ઝ-૧ (૯) પટેલ શુભ ગોલ્ડ-૧ (૧૦) જોષીયારા પ્રથમ સિલ્વર-૧, બ્રોન્ઝ-૧