મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : અરવલ્લી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાંથી ૩૦મી જૂને ૧૫ કર્મચારીઓ વયનિવૃત્ત થયા હતા. જીલ્લામાંથી વયનિવૃત્ત થયેલા પોલીસકર્મીઓનો જીલ્લા પોલીસવડા કચેરીમાં વીદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં જીલ્લા પોલીસવડા અને નાયબ પોલીસ અધીક્ષકે નિવૃત પોલીસકર્મીઓને પ્રમાણપત્ર આપી સાલ ઓઢાડી સન્માનીત કરવાની સાથે નિવૃત્ત જીવન સુખમય નીવડે તેવી શુભેચ્છાઓ આપી હતી. 

અરવલ્લી જિલ્લા પોલીસબેડામાં કર્મચારીઓની ઘટ વચ્ચે પોલીસકર્મીઓ પ્રજાની સુરક્ષા માટે કટીબદ્ધ રહેતાં હોય છે. અરવલ્લી જિલ્લાના જરૂરી મહેકમ કરતાં કર્મચારીઓની ઘટ હોવાને કારણે પોલીસકર્મીઓ પર કામનું ભારણવધતું હોય છે. નવી ભરતી થતી હોવાને કારણે ઓછા મહેકમમાં પોલીસકર્મચારીઓ ફરજ બજાવતાં હોય છે. જિલ્લા પોલીસ બેડામાં ૩૦મી જૂનના રોજ કુલ ૧૫ પોલીસ કર્મચારીઓ વયનિવૃત્ત થયાં હતાં. વયનિવૃત્ત થયેલ પોલીસકર્મીઓને જીલ્લા પોલીસવડા સંજય ખરાત,ડીવાયએસપી એન.વી પટેલ, ડીવાયએસપી વિશાલ રબારીની ઉપસ્થિતીમાં વીદાય આપવામાં આવી હતી તમામ પોલીસકર્મીઓને તેમના ફરજકાળ દરમિયાન બજાવેલ ઉમદા કામગીરીના પગલે પ્રમાણપત્ર એનાયત કરી સાલ ઓઢાડી સન્માનીત કરી નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી નિવૃત્ત પોલીસકર્મીઓ વીદાય સમારંભમાં ગદગદીત બન્યા હતા.