મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સરકારી પ્રા.શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યા ઘટતાં પ્રા.શિક્ષણ વિભાગે  છેલ્લા ર વર્ષમાં ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી પ્રા.શાળાઓ મર્જ કરવાનો નિર્ણય શીક્ષકો,ગ્રામજનો અને શિક્ષક અગ્રણીઓ સરકારની નિતી સામે  રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મોડાસા તાલુકાના દધાલિયા ગામે વર્ષોથી કાર્યરત પ્રાથમીક શાળા.નં-૩ મર્જ કરવામાં આવતા અનુ.જાતિ સમાજના લોકોએ શાળા મર્જ કરવાના નિર્ણયનો ભારે વિરોધ નોંધાવ્યો છે. અને ગરીબ બાળકોને પ્રાથમીક શાળા મર્જ થતા અભ્યાસથી વંચીત ન રહે તે માટે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી મર્જ કરવામાં આવેલી શાળાનો પુનઃ અભ્યાસ શરૂ કરવામાં આવેની માંગ કરી હતી. 

અરવલ્લી જીલ્લામાં પ્રાથમીક શાળાઓને મર્જ કરવાનો વિરોધનો વંટોળ સતત ઉઠી રહ્યો છે. દધાલિયા ગામમાં અનુ.જાતિ સમાજ નજીક વર્ષ-૧૯૮૭ થી કાર્યરત છે અને હાલ શાળામા ૪૫ વિદ્યાર્થીઓ અભયાસ કરતા હોવા છતાં સરકારે પ્રાથમીક શાળા.નં-૩ મર્જ કરતા અનુ.જાતિ સમાજના લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને યુવાનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી શાળા મર્જ નહીં કરવા રજુઆત કરી ન્યાયની માંગ કરી હતી. 

દધાલિયા ગામના અગ્રણી નાનજીભાઈ પ્રણામી,મહેશભાઈ અને અનિલ પંડ્યા સહીત યુવાનોએ પ્રાથમીક શાળા.નં-૩ મર્જ કરતા સમાજના ગરીબ બાળકોને અન્ય શાળામા અભ્યાસ કરવા જતા મુશ્કેલી પડી રહી છે. તેમજ બાળકો અન્ય શાળામાં અભ્યાસ કરવા તૈયાર ન હોવાથી બાળકો અભ્યાસ થી વંચીત રહે છે જે થી મર્જ કરેલ શાળામાં અભ્યાસ યથાવત રાખવામાં આવેની માંગ કરી હતી.