મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં ચાલતી અનેક બદીઓ પર કાબુ મેળવવામાં જીલ્લા પોલીસતંત્ર સફળ રહ્યું છે. શામળાજી પોલીસે રાજસ્થાનથી ૪૭ હજારનો વિદેશી દારૂ અર્ટિગામાં ભરી ગુજરાતમાં બુટલેગરને ડીલેવરી આપે તે પહેલા ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું. એલસીબી પોલીસે મોડાસાની બાગેહિદાયત સોસાયટીમાંથી સેન્ટીંગ માટે ઉપયોગમાં લેવાતી લોખંડની  પ્લેટનીની ચોરી કરનાર બે ચોરને ૧.૪૩ લાખના મુદ્દામાલ સાથે અને ઉત્તર ગુજરાતમાં પશુ ચોરી કરી તળખળાટ મચાવતા ૧૨ વર્ષથી પોલીસને હાથતાળી આપતા ચાંદટેકરીના પશુચોર રમજાની પીરુભાઈ ઉર્ફે પીરુ કાલુ મુલતાનીને કીડીયાદનગર મરિયમ સોસાયટીમાંથી દબોચી લીધો હતો. પેરોલ ફર્લો સ્કોડે ત્રણ વર્ષથી નાસતા ફરતા બાયડના વાંટડા ગામના વિજય વિષ્ણુ પટેલને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. 

શામળાજી પોલીસે શામળપુર ગામ પાસે આવેલી હોટલ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું ત્યારે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થઇ રહેલી અર્ટિગા કારને અટકાવી તલાસી લેતા કારની ડેકીમાં સંતાડીને રાખેલ વિદેશી દારૂની પેટી નંગ-૭ કીં.રૂ.૪૭૧૨૪ નો જથ્થો જપ્ત કરી ૧)બાલકનાથ નયનનાથજી યોગી અને ૨)કાનાનાથ જેઠુનાથ યોગી (બને.રહે.રાજ) ની ધરપકડ કરી બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે મોડાસા શહેરની બાગે હિદાયત સોસાયટીમાં નવીન બની રહેલ મકાન આગળ મૂકી રાખેલ સેન્ટીંગ માટેની લોંખડની પ્લેટની ૭ દિવસ અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખી ૧)બાબુ ઉર્ફે નરેશ જ્યંતીભાઈ રાવળ (રહે,દોલપુર) અને ૨) ઈશ્વર ઉર્ફે વિજય પ્રવીણભાઈ રાવળને ઝડપી પાડી ચોરી કરેલ લોંખડની પ્લેટ નંગ-૯૦ અને લોંખડની પ્લેટની ચોરી કરવા માટે ઉપયોગમા લીધેલ લોડિંગ રીક્ષા મળી કુલ.રૂ.૧.૪૩ લાખનો મુદ્દામાલ ઝડપી પાડી બંને શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.