મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ બુટલેગરો દારૂ છૂપાવવા માટે અનેક ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે.રાજ્યમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂના ભાવ ત્રણથી ચાર ગણા મળતા બુટલેગરો નિતનવા પેતરા રચી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે. અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ બુટલેગરો પર તવાઈ બોલવતા બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે નીતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે.

શામળાજી પોલીસે બુટલેગરોની નવી ટેકનીકનો પર્દાફાશ કર્યો છે. બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવા ક્રેન પાછળ સ્કોડા કાર ટોઇંગ કરી કારમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂની બોટલો સંતાડી રાજસ્થાન તરફથી ખેપ મારવાના કીમિયાને નિષ્ફળ બનાવ્યો હતો પોલીસ પણ બુટલેગરોની ટેકનીક જોઈ માથું ખંજવાળતી રહી ગઈ હતી શામળાજી પોલીસે ત્રણ બુટલેગરોની ધરપકડ કરી ૧.૬૭ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

Advertisement


 

 

 

 

 

શામળાજી ઈન્ચાર્જ પી.આઈ. મનીષ વસાવા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી ક્રેન પાછળ સ્કોડા કાર ટોઇંગ કરી આવી રહી હતી પોલીસને ક્રેનમાં ટોઇંગ કરેલી કાર શંકાસ્પદ જણાતા ક્રેઈનને અટકાવી હતી અને પાછળ ટોઇંગ કરેલ કારમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૪૭ કિં. રૂ.૧૬૭૪૦૦/- નો જથ્થો જપ્ત કરી ત્રણ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કુલ મુદ્દામાલ રૂ.૭.૬૯ લાખથી વધુનો જપ્ત કરી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બે  બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

શામળાજી પોલીસે ઝડપેલ બુટલેગરો
૧) અરૂણ કેવલરામ વાલ્મીકી 
૨) દિનેશ કાળુ ડામરા
૩) લાલશંકર હુરમાં અસારી 

વોન્ટેડ બુટલેગર 
૧) સુરેશ રામફલ વાલ્મીકી 
૨) રાકેશ જાટ (તમામ,રહે,હરિયાણા)