જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી ): અરવલ્લી જિલ્લો એ અંતરિયાળ જિલ્લો હોવાથી રાજસ્થાન રાજ્યમાંથી દારૂ સહિત અનેક ગુનાકિય પ્રવૃત્તિઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતા હાય છે, એટલું જ નહીં આવા આરોપીઓ પૉલિસ પકડમાં ન આવે તે માટે જંગલ કે પહાડી વિસ્તારોમાં છૂપાઈ જતાં હોય છે. આવા આરોપીઓને ઝડપી પાડવા માટે અરવલ્લી જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડની ટીમએ બીડૂ ઝડપ્યું અને મોટી સફળતા મળી છે.  અરવલ્લી જિલ્લા પૉલિસ દ્વારા રેંજ આઈ.જી.અભય ચુડાસમાની દેખરેખ હેઠળ આરોપીઓને પકડવામાં વિશેષ ઑપરેશન ચલાવામાં આવ્યું. જિલ્લા પૉલિસ વડા સંજય ખરાતની દેખરેખ હેઠળ જિલ્લાની પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડનના પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે છેલ્લા એક વર્ષમાં એટલે કે, કૉરોના કાળ પછી 101 વૉન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં સફળતા મળી છે.

રાજ્યના તેમજ આંતર રાજ્યના કુલ 415 ગુનાઓનો નિકાલ કરી પૉલિસે સરાહનિય કામગીરી કરી છે. અરવલ્લી જિલ્લો એ રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ જિલ્લો હોવાથી ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં સજા પામેલા આરોપીઓ પણ રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં છૂપાઈ જતાં હોય છે, આવા આરોપીઓને પૉલિસની પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમ જાન જોખમમાં મુકીને જંગલ વિસ્તારોમાં જઇને આરોપીઓને દબોચી લેવામાં ભારે જહેમત ઉઠાવી છે.નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રેન્જ ટીમ અને જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડ પીએસઆઇ કે. એસ. સિસોદીયા તેમજ તેમની ટીમ દ્વારા વિશેષ ઝૂંબેશ શરૂ કરી હતી, આ માટે અલગ અલગ ટીમ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા પૉલિસે ભિક્ષુક જેવા અનેક રૂપો ધારણ કર્યા હતા. પેરૉલ ટીમ દ્વારા રાજસ્થાન રાજ્યની પર્વતિય વિસ્તારમાં ગાઢ જંગલોમાં જીવના જોખમે આરોપીઓ સુધી પહોંચી પકડવાની કામગીરી કરી હતી. કેટલાક કિસ્સાઓમાં સરકારી વાહન ન જઇ શકે તેવી જગ્યાએ 4 થી 5 કિલો મિટર સુધી ચાલીને આરોપીઓ સુધી પહોંચવાના કિસ્સાઓ છે. આરોપીઓને પકડવા માટે કેટલીક વાર પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમને ગાઢ જંગલ વિસ્તારોમાં ઝાડી જાંખરામાં રાત્રિ સુધી વૉચ ગોઠવવી પડી છે.

Advertisement


 

 

 

 

 

સમગ્ર ઉત્તર ગુજરાતમાં પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની જબરજસ્ત કામગીરી

અરવલ્લી જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડની ટીમએ માથાભારે ગુંડાઓને ઝડપી પાડીને સરાહની કામગીરી કરી છે, એટલું જ નહીં સમગ્ર ઉત્તર ગુજરાત અને રેંજમાં અરવલ્લી જિલ્લા પેરૉલ સ્ક્વૉર્ડની ટીમએ બીજૂડા ગેંગ, કલાસવા ગેંગ અને ફ્રેક્ચર ગેંગના સાગરિતોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ત્રણેય ગેંગ દ્વારા લૂંચ ચોરી, મર્ડર, ધાડ, ઘરફોડ ચોરી જેવી અનેક ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો, જોકે આવા માથાભારે ગેંગના સાગરિતોને પૉલિસે દબોચી જેલભેગા કરવામાં મોટી સફળતા મેળવી છે.

નાસતા-ફરતા આરોપીને પકડવા છેલ્લા એક વર્ષમાં પૉલિસે 61 કેમ્પ કર્યા

સામાન્ય રીતે આરોપીને પકડવા માટે પૉલિસ બાતમની આધારે પહોંચવું પડતું હોય છે, પણ રાજસ્થાનમાં આરોપીને પકડવા જ્યારે પૉલિસને કોઇ પગેરૂ ન મળે ત્યારે પેરૉલની ટીમ ઠેક-ઠેકાણે રોકાણ કરવા પડતાં હોય છે, ક્યારેક તો જીવના જોખમે પૉલિસ આવા આરોપીઓ સુધી પહોંચવા જમીન પાતાળ એક કરી દે છે. રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં પૉલિસે આરોપીઓને પકડવા માટે કુલ 61 જેટલા કેમ્પ યોજીને મોટા ભાગના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ માટે સ્થાનિક બાતમીદારો તેમજ લોકોને વિશ્વાસમાં લઇ અને પહાડી વિસ્તારોમાં પગદંડી તેમજ ઝાડીઓમાં છુપાઇને કેટલીકવાર આરોપીઓને પૉલિસે પકડ્યા છે.

Advertisement


 

 

 

 

 

109 ઘરફોડ ચોરને પકડવામાં સફળતા

ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં જેવા કે, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા તેમજ પાટણ જેવા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટી હતી, જેમાં રાજસ્થાન રાજ્યના આરોપી બચુભાઈ ઉર્ફે બસંતીલાલ મથુરભાઈ ઉર્ફે મથુરાજીની સંડોવણી હતી, જેને પૉલિસે ડુંગરપુર જિલ્લાના વિછીવાડા મુકામેથી ઝડપી પાડી 109 જેટલા ઘરફોડ ચોરીના ભેદ ઉકલી દીધા છે.

જિલ્લામાં સૌપ્રથમ ગુજ-સી-ટૉકનો આરોપી ઝડપ્યો

અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ ગુજ-સી-ટૉક ગુનો દીપકભાઈ શીવલાલભાઈ ઓડ સામે નોંધાયો હતો, જે કેટલાક સમયથી ફરાર હતો, જેને પકડવા પૉલિસે વિશેષ ઝૂંબેશ શરૂ કરીને આરોપીને અમદાવાદ મુદામેથી દબોચી લીધો હતો તેમજ ચાર્જશીટ કરવા સુધી મદદમાં રહી ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.

વૉન્ટેડ આરોપીઓ સકંજામાં આવ્યા

ભિલોડાના ડોડિસરામાં વર્ષ 2021માં મર્ડર ગુનાના આરોપી બહાદુર ઉર્ફે રામ ને જેતપુરથી ઝડપ્યો

ઉત્તર ગુજરામાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી, મંદિર ચોરી તેમજ બાઈક ચોરી જેવી 17 ઘટનાઓને અજામ આપનાર તેમજ ભિલોડા પંથકમાં ચપ્પુની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપનાર બીજુડા ગેંગના સાગરિત જીતેન્દ્ર ઉર્ફે લાલાને વિછીવાડા તાલુકાના ધામોદ ગામેથી તેના ઘરે ઊંગતો હતો ત્યારે ઝડપી પાડ્યો

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ઘરફોડ 14 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી જીવતરામ ઉર્ફે જીવાને ઉદેપુરના ખેરવાડા રાણી રોડ પરથી પૉલિસે પકડી પાડ્યો હતો.

ધાડ, લૂંટ, ચેઇન સ્નેચિંગ, ઘરફોડ ચોરી, મંદિરમાં ચોરી તેમજ બાઈક ચોરી જેવા કુલ 37 ગુનાના આરોપી વિનોદ ધુલેશ્વર ઉર્ફે ધનેશ્વર ને ડુંગરપુર જિલ્લાના દેવલ ગામેથી પૉલિસે ઝડપ્યો હતો

અરવલ્લી જિલ્લાના વિવિધ પૉલિસ સ્ટેશન વિસ્તારોમાં કોમ્પ્યુટર ચોરી તેમજ વાહન ચોરીના કુલ 14 ગુનાઓમાં સંડોવાયેલા આરોપી મગનભાઈ ઉર્ફે મગનભાઈ ખાતુભાઈ ખરાડીને મેશ્વો ડેમ નજીકથી ઝડપ્યો હતો.

રાજ્ય તેમજ આંતરરાજ્યમાં કુલ 11 ગુનાઓમાં સંડોવાયેલા બીજુડા ગેંગના આરોપી ગણેશ બચુલાલ ઢુહાને પકડ્યો

સાબરકાંઠાના ઇડર પૉલિસ સ્ટેશન વિસ્તારમાં 10 ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અમૃતભાઈ ઉર્ફે અમરતભાઈ ચંદુભાઈ બરંડાને ભિલોડા ખાતેથી દબોચી લીધો

અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર તેમજ સાબરકાંઠા જિલ્લામાં ધાડ,લૂંટ, ઘરફોડ ચોરી, મંદરમાં ચોરી તેમજ બાઈક ચોરી જેવા 16 ગુનાના આરોપી નરેશ ઉર્ફે ટેટોને પૉલિસે પકડી પાડવામાં સફળતા મળી

ગુજરાત રાજ્યના અલગલ અલગ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના આરોપી અને બીજુ઼ડા ગેંગના આરોપી દિનેશ નાનુરામને પૉલિસે ડુંગરપુર નજીક દેવલ ગામેથી ઝડપી પાડવમાં સફળતા મળી હતી.

Advertisement


 

 

 

 

 

પૉક્સોના 16 આરોપીઓ સકંજામાં આવ્યા

અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અપહરણ વીથ પૉક્સોના ગુનામાં આરોપીઓની સંડોવણી હતી, ઘટનાને અંજામ આપીને આરોપીઓ પૉલિસને ચકમો આપીને પલાયન થયા હતા, જોકે, પેરૉલની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને કુલ 16 આરોપીઓ ઝડપી પાડી ભોગ બનનાર કુલ 10 વ્યક્તિઓને શોધીવામાં સફળતા મળી છે.

નામચિન ગેંગના 5 મોટા આરોપીઓ ઝડપાયા

અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ફ્રેક્ચર ગેંગ તરીકે તરખાટ મચાવતી ગેંગ અરવલ્લી પૉલિસ ઝડપી પાડી હતી, જેમાં ફ્રેક્ચર ગેંગના સાગરિતને પૉલિસે ઝડપી જિલ્લામાં પ્રથમ ગુજ-સી-ટૉક અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ફ્રેક્ચર ગેંગ પર અમદાવાદ જિલ્લામાં વીસ થી વધારે ગુનાઓ નોંધાયા હતા, આ ગેંગ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવી, લોકો સાથે મારપીટ કરીને સંપત્તિ પચાવી પાડવી અને દારૂની હેરાફેરી સહિતના કાર્યો કરવામાં અવ્વલ હતી, એટલું જ નહીં અરવલ્લી જિલ્લા એલસીબી પોલિસ પર હુમલો પણ કર્યો હતો. તો બીજુ બાજુ કલાસવા ગેંગ પર સક્રય થઇ હતી, જે મુખ્યત્વે ઘરફોડ ચોરી જેવી ઘટનાઓને અંજામ આપતી હતી, જેના સાગરિતને પેરૉલની ટીમે પકડવામાં મોટી સફળતા મેળવી હતી. આ સાથે જ અરવલ્લી જિલ્લા પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમે બીજુડા ગેંગના કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કુલ 59 ગુનાઓ શોધી કાઢ્યા છે.

ટેકનિકલ મદદ વિના 80 થી વધારે આરોપીઓને પહાડી વિસ્તારોમાંથી ઝડપ્યા

મોટા ભાગના આરોપીઓ ફરાર થયા પછી અરવલ્લીની ગિરિમાળાઓના પહાળી વિસ્તારોમાં રહેતા હોય છે, આવા વિસ્તારોમાંથી આરોપીને પકડવા ખૂબ જ અઘરું હોય છે, માત્ર અહીં હ્યુમન રીસોર્સ જ કામ આવતું હોય છે, અહીં મોબાઈલ નેટવર્ક અથવા તો અન્ય સર્વેલન્સ ઉપયોગી નિવળતું નથી. દૂર દૂર સુધી પહાડોને ચિરતા જવું પડે છે અને આવા વિરાન વિસ્તારોમાં માત્રને માત્ર હ્યુમન રીસોર્સથી જ આરોપીને પકડવામાં મદદ મળી છે, જેમાં મોટા ભાગના આરોપીઓ પહાડી વિસ્તારમાંથી પોલિસે પકડી પાડ્યા છે.

Advertisement


 

 

 

 

 

પેરૉલમાં રેંજની ટીમમાં 2 મહિલાઓ આરોપીઓ પર ભારે પડી

અરવલ્લી રેંજ કક્ષાની નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં બે મહિલા કર્મચારીઓ પણ વિશેષ ભૂમિકા ભજવીને ઈરોપીઓને પકડવામાં પેરૉલની ટીમને ઘણી સફળતાઓ મળી છે. એક ઑપરેશનમાં આરોપી તેની પત્નિને દવાખાને મળવા આવવાનો હોવાની બાતમીને આધારે પેરૉલની ટીમ તૈનાત કરાઇ હતી, જોકે આરોપીને ખ્યાલ આવી જાય તેવી આશંકાને પગલે પૉલિસે મહિલા કૉન્સ્ટેબલ ને નર્સનો વેશ ધારણ કરાવીને આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી તો મર્ડરના આરોપીને મહિલા કૉન્સ્ટેબલ એ પેરૉલની ટીમ સાથે રાખીને જેતપુરના એક મકાનમાં ગેસની બૉટલ પાછળથી ઝડપી પાડીને મહિલા ટીમ એ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. સગીરાને ભગાડીને લઇ જતાં આરોપીઓ પેરૉલની ટીમ જ્યારે આરોપીઓને પકડે ત્યારે સગીરાને મદદરૂપ થવામાં પણ મહિલા ટીમ ઘણી મદદરૂપ નિવળી છે. રેંજ લેવલની ટીમ 1 માં બે મહિલાઓ હર્ષાબેન રાહુલકુમાર અને દક્ષાબેન પુંજાભાઇ સામેલ છે.

પેરૉલ ફ્લૉ ટીમની સાથી સાથી બની પૉલિસ વાન

અરવલ્લી પેરૉલ સ્ક્વૉર્ડની ટીમ જ્યારે આરોપીને પકડવા માટે આંતરરાજ્ય વિસ્તારોના અંતરિયાળ જગ્યાઓ પર જાય ત્યારે કેટલીકવાર પૉલિસ વાન જોઇને આરોપીઓ નાસી છૂટવામાં સફળતા મેળવતા હોય છે, પણ આવા કિસ્સાઓમાં પેરૉલની ટીમ સરકારી પૉલિસ જીપને ઝાડીઝાખરામાં સંતાળીને પણ આરોપીઓ સુધી પહોંચ્યા છે. એટલું જ નહીં આરોપીઓની આવવાની બાતમી મળે તો કેટલીકવાર પૉલિસ કર્મચારીઓ રાત-દિવસ સુધી ઝાડ પર સંતાવાનો વારો આવ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સરકારી વાહન GJ31 G 0685 નંબરની જીપ ગુજરાત તેમજ આંતર રાજ્ય રાજસ્થાનમાં કુલ 53,757 કિ.મીનો ઉપયોગ કરીને આ સફળતા મેળવી છે, માટે પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની ટીમનો સાચો સાથી પૉલિસ વાન પણ ઘણી જ મદદરૂપ બની છે.

Advertisement


 

 

 

 

 

રાજસ્થાન રાજ્યને અડીને આવેલા સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, જેવા જિલ્લાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપીને આરોપી રાજસ્થાન તરફ ભાગી જવામાં સફળ રહેતા હતા, આવા આરોપીઓ પૉલિસની નજરથી દૂર રહી પહાડી તેમજ જંગલ વિસ્તારોમાં પલાયન થઇ જતાં પણ પૉલિસની ટીમ દ્વારા આવા આરોપીઓને પકડવામાં રાતદિવસ એક કરી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જે આરોપીઓને પકડવા મુશ્કેલ હતા તેવા આરોપીઓને પકડવા માટે પૉલિસે જીવના જોખમે પરિવારની ચિંતા કર્યા વિના ખૂંખાર અને નામચિન ગુંડાઓને પકડવામાં મોટી સફળતા મળી છે. સમગ્ર ઉત્તર ગુજરતામાં અરવલ્લી જિલ્લા પૉલિસની પેરૉલ ફ્લૉ સ્ક્વૉર્ડની સમગ્ર ટીમએ સરાહનિય કામગીરી કરી છે.