મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ “બેટી બચાવો બેટી પઢાવો” ના નારા વચ્ચે ઉત્તર ભારતના રાજ્યોમાં ઓનર કિલિંગની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ગુજરાતમાં ઓનરકિલિંગની ઘટનાઓ જવેલ્લેજ બનતી હોય છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીની સમાજના જ ગમતા યુવાન સાથે સગાઈ નક્કી થયા બાદ પરિવારજનોએ રૂપિયા માટે સગાઈ તોડી નાખી અન્ય જગ્યાએ યુવતીને લગ્ન કરાવવા પ્રયત્ન થતા યુવતીએ નનૈયો ભણતા પરિવારજનો હત્યા કરવાનું ષડ્યંત્ર રચાતા અરવલ્લી જીલ્લામાં ઓનર કિલીંગની ઘટના બને તે પહેલા યુવતીને તેના જ ઘરમાં તેના પરિવારજનો તેને મોતને ઘાટ ઉતારી દે તે પહેલા યુવતી ઘર છોડી મોતથી બચવા અંધારામાં ઘર છોડી નજીક રહેલ જંગલમાં છુપાઈ ગઈ હતી અને ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કરતા અરવલ્લી ૧૮૧ અભયમની ટીમે યુવતી સાથે વાત કરતા યુવતીનો ધ્રૂજતો અવાજ સાંભળતા ટીમ તાબડતોડ માલપુર નજીકના વાંકાનેડા પાસેના જંગલમાં દોડી ગઈ યુવતીને બચાવી લીધી હતી.

યુવતીને હાલ વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી છે અને યુવતીના પરિવારજનોને સમજવાના પ્રયત્નો આદર્યા છે. સખી વન સ્ટોપ પર રહેલી યુવતી ટસને મસ થવા તૈયાર નથી બીજીબાજુ યુવતીના પરિવારજનો પણ જીદ પકડતા સખી વન સ્ટોપના કર્મચારીઓ વધુ એક વાર યુવતી અને તેના પરિવારજનોનું બે દિવસ પછી કાઉન્સલીંગ કરવા માટે બોલાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

શું હતો સમગ્ર ઘટનાક્રમ...!! અને કઈ રીતે ૧૮૧ અભયમ હેલ્પલાઈનની ટીમ ગાઢ જંગલમાં કઈ રીતે યુવતી પાસે પહોંચી બચાવી 

મોડાસા મંગળવારની રાત્રે ૧૦:૩૦ વાગ્યે એક અજાણ છોકરીનો ફોન આવેલો કે તેને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું છે અને જીવ બચાવવા ઘરેથી ભાગીને કેનાલ પાસેના જંગલમાં સંતાઈને ફોન કર્યો છે મદદ માટે તો 181 અભયમ ટીમની કાઉન્સલર ચેતના ચૌધરી,પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુબેન તાત્કાલિક બહેનની મદદ માટે દોડી ગયા.

માલપુરના વાંકાનેડા ગામમાં જઈ બહુ પુછપરછ બાદ બહેન સુધી પહોંચ્યાં બહેન એવી જગ્યાએ છૂપાયેલા હોઈ રાત્રેનો સમય હોવાથી અહીં સુધી પહોંચવું મુશ્કેલ હતું પરંતુ અભયમ ટીમ જીવના જોખમે બહેનને શોધી લેવામાં સફળતા મેળવી તાત્કાલિક બહેનને સ્થળ પરથી રેસ્ક્યુ કરવામાં આવેલ  બહેનનો કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલું કે એમની ઉંમર ૨૭ વર્ષ છે તેમને તેમના જ સમાજનો છોકરો ગમતો હોઈ તેની સાથે લગ્ન કરવા માટે વાત કરેલ તો કુટુંબના સભ્યો સહમત હતા પરંતુ તેના માતા-પિતાને પૈસા લેવાની લાલચ હોય એ જગ્યાએ લગ્ન કરવા માટે રાજી નહોતા ત્રણ દિવસ પહેલા ગામના સરપંચને વાત કરેલી કે ઘરે મા-બાપને લગ્ન માટે સમજાવે સરપંચ દ્વારા પણ ઘરનાને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ પરંતુ ઉશ્કેરાયેલા પિતાએ છોકરીને જ મારી નાંખવાનું ષડયંત્ર રચ્યું.

આ વાતની જાણ છોકરીને થતા તે પોતાનો  જીવ બચાવવા માટે ઘરેથી ભાગી નીકળી આ છોકરી જે બારમા ધોરણમાં 78 ટકા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતી હતી જે ઘરને નહોતું ગમતું પૈસાની લાલચમાં મજૂરી કામ કરાવીને લગ્ન પણ કરવા તૈયાર ન્હોતા.

181 અભયમ ટીમ દ્વારા બહેનને તાત્કાલીક ધોરણે સ્થળ પરથી માલપુર પોલીસ સ્ટેશનમાં  નિવેદન લઈ પોલીસ કાર્યવાહી પૂરી કરીને બહેનને આશ્રય માટે આશ્રયગૃહ મોડાસા ખાતે રાખવામાં આવેલ આ બહેન દ્વારા 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરતાં જણાવેલું કે કદાચ સમયસર ટીમ ના  પહોંચી હોત તો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોત એમ પણ જણાવ્યું હતું.