મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં સિંચાઈની ખેતી પર અનેક ખેડૂતો નિર્ભર છે મેશ્વો ડેમમાંથી રવિપાક માટે પ્રથમ અને બીજા રાઉન્ડમાં પાણી છોડવામાં આવતા મેશ્વો કેનાલ વિસ્તારની ૨૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈનો સીધો ફાયદો થયો હતો બે રાઉન્ડ પાણી અપાયા બાદ ત્રીજા અને ઘઉં તેમજ બટાકાના પાક માટે તાતી જરૂરિયાત સમયે શિયાળુ પાક માટે પાણી ન આવતું હોવાથી અત્યારે શિયાળુ પાક મુરઝાઈ રહ્યો છે ખેડૂતોએ ૯૦૦ રૂપિયે મણ ઘઉં અને ૩૦૦૦ રૂપિયે બટાકાનું બિયારણ માથે પડે તેવી ભીતી પેદા થતા ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે મોડાસા તાલુકાના રસુલપૂર ગામ નજીકથી પસાર થતી મેશ્વો કેનાલ પાસે ખેડૂતો એકઠા થઇ પાણી આપોની માંગ કરી હતી ખેડૂતોની માંગને પગલે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચતા ત્રીજા રાઉન્ડના પાણી માટે ઉગ્ર રજુઆત કરી હતી.

મેશ્વો ડેમની સિંચાઈનો લાભ મેળવી ખેતી પર નિર્ભર રહેતા ખેડૂતો મેશ્વો ડેમમાંથી રવિ પાકને બહુ મૂલ્ય એવા ત્રીજા પાણીનો રાઉન્ડ માટે કેનાલમાં પાણી નહિ છોડતા ખેડૂતો મોટા પ્રમાણમાં રસુલપૂર પાસે એકઠા થઇ પાણી આપો પાણી આપો ઘઉં બચાવો ખેતી બચાવોના નારા લગાવતા જવાબદાર તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા મેશ્વો સિંચાઈનો લાભ ૬ હજાર ખેડૂતોને થતો હોવાથી હાલ ત્રીજા રાઉન્ડના પાણી માટે માંગ કરી રહ્યા છે અંદાજે ૪૬૦૦ હેકટર જેટલી જમીન પર વાવણી કરેલ રવી પાક પર સંકટ તોળાઈ રહ્યું છે બીજુબાજુ અધિકારીઓએ ટૂંક સમયમાં પાણીનો રાઉન્ડ છોડવાનું આશ્વાસન આપ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.