મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કર ટોળકી સક્રીય થતા સતત ચોરીના બનાવો બની રહ્યા છે મોડાસા શહેરમાં બંધ મકાન સલામત રહેતું ન હોવાની બૂમો ઉઠી છે અરવલ્લી એલસીબી પોલીસે જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૧ ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલી દેવીપૂજક ગેંગના ૬ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ ૧.૮૧ લાખથી વધુનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો દેવીપૂજક ગેંગનો ચોરીનો મુદ્દામાલ ખરીદનાર કપડવંજના જગદીશ હસમુખલાલ સોની અને સિકંદર ઉર્ફે બાદશાહ સફીભાઈ કારીગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી દેવીપૂજક ગેંગ દિવસે બંધ મકાન કે ચોરીના સ્થળે દિવસે રેકી કરી રાત્રે બંધ મકાનના દરવાજાના તાળા અને નકુચા તોડી ચોરીની ઘટનાને ગણતરીના કલાકોમાં અંજામ આપી રફુચક્કર થઇ જતી હતી.

Advertisement


 

 

 

 

 

અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે જીલ્લામાં બે વર્ષમાં ઘરફોડ ચોરી કરી તળખળાટ મચાવનાર દેવીપૂજક ગેંગના મહીસાગર,ખેડા અને ગાંધીનગર જીલ્લાના ૬ ઘરફોડ ચોરને ઝડપી પાડી જીલ્લામાં ૨૧ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એલસીબી  પોલીસે ઘરફોડ ચોર ગેંગ પાસેથી તેલના ડબ્બા,તેલના પાઉચ, ઘીના પાઉચ, કાજુ-બદામ, મગદાળ, જીરૂ સહીતનો મોટો જથ્થો કબ્જે લીધો હતો જીલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપી સોના-ચાંદીના દાગીના અને કરિયાણાનો માલસામાન કપડવંજના સોની અને વેપારીને વેચી દેતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે કપડવંજના સોની અને વેપારીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

દેવીપૂજક ગેંગના આરોપીઓના નામ વાંચો
 
૧) બકા ચીમનભાઈ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઓડવાસ ફળિયું, તા. કપડવંજ) (૨) વનરાજ  રાવજીભાઇ દેવીપૂજક (રહે. લાડવેલ, સરકારી દવાખાના પાસે, તા. લુણાવાડા જિ. મહિસાગર) (૩) દશરથ  નારાયણ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઇન્દીરા નગરી, તા. કપડવંજ) (૪) ટીના ચીમનભાઈ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઓડવાળુ ફળિયું, તા. કપડવંજ) (૫) શૈલેશ નારણભાઇ દેવીપૂજક (રહે. આંતરસુંબા, ઇનદીરાનગરી, તા. કપડવંજ) (૬) ગણપત જવાનસિંહ સોલંકી (રહે. વાઘાવત, રૂપજી ફળિયું, તા. કપડવંજ)ને ઝડપી લીધા હતા.