મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: બદલાતા ડિઝિટલ યુગમાં સાયબર ગઠિયાઓ ડિઝિટલ ફ્રોડને અંજામ આપી રહ્યા છે. ત્યારે વિધાર્થીઓને સાયબર સિક્યુરિટીની જાગૃતિ આવે અને સ્કૂલ લાઇફથી વિધાર્થીઓ સાયબર ફ્રોડ અંગે જાગૃત થાય તે અંગે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ મોડાસા શહેરના ટાઉનહોલમાં શહેરની નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાત અને જીલ્લામાં ફરજ બજાવતા અન્ય પોલીસ અધિકારીઓએ મોડાસા ટાઉન હોલમાં ૩૫૦ થી વધુ વિદ્યાર્થીઓને Cyber Crime, POCSO Act, NDPS Act, SHE Team તથા જીવન આસ્થા હેલ્પ્લાઇન વિષય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જીલ્લા પોલીસવડાએ વિદ્યાર્થીઓને હાલ મોબાઈલ યુગમાં સાયબર ક્રાઈમની ઉંડાણ પૂર્વક સમજ આપી સાયબર ક્રાઈમથી કઈ રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.