મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દૈનિક કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના અત્યારસુધી ગુજરાતમાંથી ૪ હજાર થી વધુ લોકોનો કોરોના ભરખી ચૂક્યો છે. સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં પંજાબ ૩.૨ ટકા સાથે ટોચના,મહારાષ્ટ્ર ૨.૬ ટકા સાથે બીજા, સિક્કીમ ૨.૧૦ ટકા સાથે ત્રીજા સ્થાને છે રાજ્યમાં સતત લોકો કોરોના સંક્રમણથી મોત નીપજી રહ્યા છે અને તેમની અંતિમવિધિ પણ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે થઇ રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે ગુજરાત ૨ ટકા સાથે ચોથા સ્થાને છે. રાજ્યમાં અમદાવાદમાં કોરોનાથી મૃત્યુદર ૪.૨ ટકા બાદ સૌથી વધુ મૃત્યુદર ધરાવતા જિલ્લાઓમાં અરવલ્લી ૨.૭૦ ટકા સાથે બીજા સ્થાને સરકારી ચોપડે નોંધાયું છે મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 

અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ સતત કર્મચારીઓ કોરોનામાં સપડાઈ રહ્યા છે. જીલ્લા સેવાસદન કચેરીમાં આવેલ ખાણખનીજ વિભાગના ત્રણ કર્મચારીઓ  કોરોનાગ્રસ્ત થતા જીલ્લા સેવાસદનમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણખનીજ વિભાગમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ હાથધરી આરોગ્ય તંત્રએ ખાણખનીજ કચેરી અને પરિસરને સૅનેટાઇઝ કરવાની કામગીરી હાથધરી હતી. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૭ માસમાં ૬૫૦  કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાઈ ચુક્યા છે. 


 

 

 

 

 

કોરોના સંક્રમણ રોકવા ધનસુરામાં બજાર સજ્જડ બંધ : જીલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો 

અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં કોરોના ના કેસ ને લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા એ મુલાકાત લીધી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.જ્યાં કોરોના ના સર્વે અને કોરોના નું સંક્રમણ ન ફેલાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી ધનસુરા માં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા એ ધનસુરાની સોસાયટી અને રહેણાંક વિસ્તારની  મુલાકાત લીધી હતી અને કોરોના માં કેસ નોંધાયા હોય તે ઘર અને હોમક્વોરોન્ટાઈન થયેલ દર્દીઓને ત્યાં સર્વે અને અન્ય જરુરી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સમયે ધનસુરા તાલુકા આરોગ્ય અધિકારી યોગેશભાઈ ગોસ્વામી અને આરોગ્ય તંત્રના કર્મચારીઓ પણ ઉપસ્થીત રહ્યા હતા. ધનસુરા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા સતત દોડાદોડી કરી રહ્યું છે. 

ધનસુરા માં કોરોના ના કેસ ને લઈને વેપારીઓ ધ્વારા ૩ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા નો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના ના વધી રહેલા સંક્રમણ ને લઈને ગામમાં સંક્રમણ રોકવા વેપારીઓ એ ધનસુરા બજાર ને સજ્જડ બંધ રાખ્યું હતું.વેપારી એસોશિએશન ના આ નિર્ણય ને ગામ લોકો એ સાથ સહકાર આપ્યો હતો.ધનસુરા તાલુકા નું મુખ્ય મથક હોવાથી આજુબાજુના ગામમાંથી લોકો ખરીદી માટે આવે છે.જેને લઈ ને કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે વેપારીઓ એ ધનસુરા બજાર બંધ રાખ્યું હતું.ગામમાં આવશ્યક સેવા ઓ દૂધ,શાકભાજી અને રજીસ્ટર દુકાનો જ સવારે બે કલાક અને સાંજે એક કલાક ખુલ્લી રહેશે.મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે ધનસુરા વેપારી એસોસિએશન એ 3 દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા નો નિર્ણય લીધો છે જેને ગામ લોકો અને અગ્રણીઓ એ સહકાર આપ્યો હતો.અને ધનસુરા સજ્જડ બંધ રહ્યું હતું.ધનસુરા વેપારી એસોસિએશન ના પિયૂષભાઈ શાહ,મેહુલભાઈ શાહ,કિરીટભાઈ.એન.શાહ,ગામના અગ્રણી અનિલભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ગામલોકો એ આ સ્વયંભૂ બંધ માં સારો સહકાર આપ્યો છે જેથી આગામી સમયમાં કોરોના સંક્રમણ ન ફેલાય.