મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ ખનન- વહન બદલ 1 હિટાચી, 1 જેસીબી મશીન અને 7 ડમ્પરો સહિત અંદાજે 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જીલ્લામાં ગેરકાયદેસર ખનીજનું વહન અને ખનન કરતા ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. જો કે ખાણખનીજ વિભાગની કામગીરી ફક્ત ખાનપુરતી કરવામાં આવતી હોવાનું પર્યાવરણવિદ માની રહ્યા છે. 

અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા કડોલ-જીતપુર હાઇવે પાસે ગેરકાયદેસર મુરમ ખનિજના ખોદકામ બદલ 1 જેસીબી જપ્ત કરી દંડકીય રકમ વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરી. જ્યારે બીજી બાજુ લિંભોઈ કંપા ની ખાનગી માલિકેની જમીનમાંથી ગ્રેનાઈટ રબલ ખનિજ ખોદી અન્ય જગ્યાએ પુરાણ કરતા હોવાની ફરિયાદ આધારે 1 હીટાચી સ્થળ પરથી ખોદકામ બદલ જપ્ત કરવામાં આવેલ 2 ડમ્પર રાજેન્દ્ર નગર ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે ખનિજ વહન અંગે જપ્ત કરેલ છે. જ્યારે 5 ડમ્પર લીંભોઈ ના ખેતરમાંથી વગર પરવાનગી એ સાદીમાટી ખનિજ વહન કરવાના બદઈરાદાના કારણે સ્થળ પરથી જ અટક કરી જપ્ત કરેલ છે.

હાલમાં પૂર્ણ થયેલ જળસંચય યોજના ના કારણે અધૂરા રહેલા કામો પૂર્ણ કરવાની લાલસામાં ગેરરીતિ તરફ વળેલા ઈસમો સામે તંત્રએ લાલઆંખ કરી ખનિજ ખોદકામ વહન માં કોઈ પણ પ્રકારની ગેરરીતિ શાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપેલ છે.