મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સમાજમાં કેટલાક નવરા બેઠેલાઓ તેમજ કટ્ટરવાદીઓ દ્વારા કેટલીક ઘટનાઓને લઈ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી સોશ્યલ મીડીયા ઉપર કુપ્રચાર કરીને સમાજમાં હિંસા ભડકાવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે. કેટલાક અસામાજીક તત્ત્વો અને નવરાંઓ દ્વારા સોશ્યલ મીડિયામાં જાત-જાતની પોસ્ટો મુકી સમાજમાં રાજકારણ તેમજ ધર્મના નામે સમાજના લોકોને ગેરમાર્ગે દોરી વિકૃતિ ફેલાવવામાં આવે છે.

મેઘરજ નગરમાં સોશ્યલ મીડિયામાં ધાર્મીક લાગણી દુભાયાની પોસ્ટ એક યુવકે મુક્યા પછી રવિવારે આ અંગે મામલો વધુ ઉગ્ર બનતા બે કોમના લોકો સામસામે આવી ગયા હતા પથ્થરમારો, સોડાની બોટલો અને લાકડીઓ, લોખંડની પાઇપો ઉલળી હતી. જેમાં ૫ થી વધુ યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. એકાએક બંને બાજુથી પથ્થરમારો શરુ થતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતા મેઘરજ પોલીસ સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement


 

 

 

 

 

મેઘરજ નગરમાં રવિવારે સાંજે બે કોમ વચ્ચે સોશ્યલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટની અદાવતમાં ટોળા સામસામે આવી જતા ભારે પથ્થરમારો, સોડાની બોટલો અને લાકડીઓ, પાઇપો અને અન્ય ઘાતક હથીયારો ઉછર્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી ડીવાયએસપી ભરત બસીયા સહીત જીલ્લા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસની ગાડીઓ જોઈ બંને કોમના લોકો ફરાર થઇ ગયા હતા. મેઘરજ નગરમાં ભારેલા અગ્ની જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. જૂથ અથડામણ પછી બંને તરફથી સામસામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે ૩૫ શખ્સો સામે રાયોટિંગ સહીતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આરોપીઓના નામ- 
1. વાહીદ મેઘરજીયા
2. ઓવેસ મોરીવાલા
3. આરીફ મોરીવાલા
4. તોકીર બાકરોલીયા
5. સાકીબ મુસ્તુફા બંગા
6. ઘરેવાલ
7. ફેજલ બાકરોલીયા
8. સફાન બાકરોલીયા
9. અર્શ બાકરોલીયા
10. આશિફ દીલ
11. સાહીદ ડાહ્યા
12. સોહેલ બંગા
13. સંજર બંગા
14. સાહેલ ખાન
15. ડોગર મીયો (શાહરૂખ)
16. ફેજ્યો ભીખાભાઈ બાકરોલીયા
17. સાહીલ બાકરોલીયા તમામ રહે. મેઘરજ જી. અરવલ્લી