મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી : ભારત દેશને કિસાનોનો દેશ ગણવામાં આવે છે કેમ કે ભારત દેશની અંદર ઘણા લોકો એવા છે કે આજે પણ ખેતી કરીને પોતાનું જીવનનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે અમુક ખેડૂતો એવા પણ છે કે જે પોતાની અનોખી ટેક્નિક અને બુદ્ધિ નો ઉપયોગ કરી અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને મબલખ ઉત્પાદન કરે છે.મશરૂમ ધીરે ધીરે ગુજરાતીઓની થાળીમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ મશરૂમની ડિમાન્ડ વધતા હવે ખેડૂતો મશરૂમની ખેતી શરૂ કરી છે. ગુજરાતીઓને મશરૂમ માટે હિમાચલ પ્રદેશ કે જમ્મુ કાશ્મીર સુધી જવાની જરૂર નથી. અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઉકરડી ગામના ખેડૂતે મશરૂમ ઉઘાડી વેચાણ શરૂ કરતા ખર્ચ કરતા ત્રણ ગણી આવક મેળવી રહ્યા છે. રાજ્યભરના ખેડૂતો પ્રગતીશીલ ખેતી કરનારા લવજીભાઈ પ્રિયદર્શીની મુલાકાત લઇ રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારમાં ખેડૂતો અલગ અલગ પ્રકાર ની ખેતી કરતા હોય છે અને ગણા ખેડૂતો ને એમાં ફાયદો પણ થાય છે. તેમજ ગણા ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવે છે ત્યારે ઘણા ખેડૂતો અલગ પ્રકારની ખેતી તરફ વર્યા છે. જેમાં મેઘરજ તાલુકાના ઉકરડી ગામના લવજીભાઈ પ્રિયદર્શી નામના ખેડૂતે ખેતીમાં નવીન ક્રાંતિ લાવવા અને મજૂરી થી બચવા માટે ફક્ત બે મહિનામાં તૈયાર થતી મશરૂમ ની ખેતી કરી અનેક ખેડૂતો ને અગાવું ઉદાહરણ પુરું  પાડી ત્રણ ગણો નફો રળી રહ્યા છે. ઉકરડીના ખેડૂતે મશરૂમની ખેતી કરી ખેતીના ખર્ચા કરતા ત્રણ ગણા રકમની આવક મેળવી નવીન ખેતી તરફ પ્રયાસ કર્યો છે ત્યારે આ ખેતી દ્વારા સમાજ તેમજ ખેડૂતોને અગાવું ઉદાહરણ પુરું પાડ્યું છે.

મશરૂમની ખેતી કરવાની પદ્ધતિ,ખર્ચ અને ઉત્પાદન કઈ રીતે થાય છે તે વાંચો ખેડૂતના શબ્દોમાં 

ઉકરડી ગામના લવજીભાઈ પ્રિયદર્શી નામના ખેડૂતના જણાવ્યા અનુસાર મશરૂમ ની ખેતી એક એવી ખેતી છે કે જેને પ્લાસ્ટિક ની થેલી માં ઘાસ ની અંદર બિયારણ મુકવામાં આવે છે. અને આ મશરૂમ ના બિયારણ ને ઠંડી જગ્યામાં રાખવામાં આવે છે અને સવાર સાંજે ફુવારાથી પાણી છાંટવામા આવે છે. તેમજ આ એક યુનિટ પાછળ આશરે પાંચ હજાર નો ખર્ચો થતો હોય છે. હાલ પ્રાયોગીક ધોરણે ૫૦ હજારના ખર્ચ દસ યુનિટ તૈયાર કર્યા છે. મશરૂમ નો પાક બે મહિના પછી તૈયાર થતા ગુજરાત સહીત અન્ય રાજ્યમાં માંગ પ્રમાણે મોકલવામાં આવે છે. જેમાં લીલી મશરૂમ પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા અને સૂકી મશરૂમ ૮૦૦ રૂપિયાના ભાવે વેચાણ થાય છે.