મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ થોડા દીવસ પહેલા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરિણીતા પ્રેમી સાથે ભાગી જતા તેને તાલીબાની સજા અપાઇ હતી. પતિ તથા સાસરિયાઓ તેમજ ગ્રામજનોના ટોળાએ પરિણીતાને નિવસ્ત્ર કરી ખભા ઉપર પતિને બેસાડી ગામમાં ફેરવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આખા રાજ્યમાં ચકચાર મચી ગઇ હતી. આજે જ એવી છોટા ઉદેપુરની ઘટના પણ સામે આવી છે જેમાં બે પ્રેમીઓને ઝાડ સાથે બાંધી તેમને ફટકારવામાં આવ્યા હતા. પ્રેમી યુગલોને તાલીબાની સજા આપવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે અરવલ્લી જીલ્લાના માલપુર પંથકમાં એક પરણીત યુવકને સગીરાને ડુંગર પર લઇ જતા પરિવારજનો અને ગ્રામજનોએ રંગે હાથે ઝડપી લેતા લોકોએ સગીરા સાથે દુષ્કર્મ કરવા અને મારી નાખવા લઇ જતો હોવાનું કબૂલાત કરાવતો અને પરણીત યુવકના માથાના અડધા બાલ કાપી નાખી માફીનામામાં સહી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે.

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર, માલપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પરણીત યુવક કામકાજ અર્થે અવર-જવર કરતો હોવાથી ગામની સગીરા સાથે પરણીત યુવકે નીકટતા કેળવી પ્રેમ સબંધમાં કે પછી લલચાવી ફોસલાવી ડુંગરની તળેટી તરફ જતા સગીરાના પરિવારજનો પીછો કરી પરણીત યુવક અને સગીરાને ઝડપી લીધા હતા. જેને પગલે હંગામો થતા ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને સગીરાને ઘરે મોકલી આપ્યા પછી યુવકને સરપંચ નામે ઓળખાતા ગામના અગ્રણીને સોંપી દેતા સરપંચ નામનો શખ્સ અને અન્ય શખ્સ લાકડીઓ ફટકારી પરણીત યુવકને તું આ સોરીને લઇ જઈ બળાત્કાર કરી મારી નાખવા જ માંગતો હતો ને સતત પૂછપરછ કરતા યુવક હાથ જોડી ભૂલ થઇ ગઈ હોવાની માફી માંગી રહ્યો છે. આખરે સગીરાના પરિવારજનો અને લોકોએ પરણીત યુવકની કાળી કરતૂતની લોકોને ખબર પડે તે માટે તાલીબાની સજા રૂપી માથાના અડધા વાળ કાઢી નાખ્યા હતા અને યુવક પાસે કોઈ કાગળમાં સહી કરાવી હોવાના વીડિયો અને ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે હડકંપ મચ્યો છે. યુવક સાથે કેટલાક લોકોએ હાથાપાઈ પણ કરી હતી.

સગીરાને ડુંગરની તળેટીમાં લઇ જતો પરણીત યુવક સગીરાના પરિવારજનોના હાથે ઝડપાયા પછી પરિવારજનો અને અગ્રણીઓએ કાયદો હાથમાં લઇ પરણીત યુવકને  તાલીબાની સજા આપતા કાયદો હાથમાં લેનાર શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી થશે કે નહીં અને આગામી સમયમાં આ પ્રકરણમાં ફરિયાદ નોંધશે તેવી ચર્ચા ચાલી રહી છે.