મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ તંત્રની મીઠી નજર હેઠળ બેફામ બની કુદરતી સંપત્તિને લૂંટી રહ્યા છે. મળતી માહિતી અનુસાર જિલ્લા ખાણ ખનીજ તંત્રના ભ્રષ્ટાચારી કામગીરીના પગલે કેટલાક ખનન માફિયાઓ કોઈ પણ પ્રકારની મંજૂરી કે લીઝ વગર મનફાવે ત્યાં ધાપ બોલાવી ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં નિમાયેલ મોડાસા મામલતદાર એ ઓવરલોડ અને પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન કરતા ટ્રક –ડમ્પરો ઝડપી લેતા જિલ્લા ભુસ્ત૨ વિજ્ઞાન અને ખનિજ વિભાગ દોડતુ થયુ હતું. 

અરવલ્લી જિલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જિલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્ર છાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા છે . ડુંગરો-ડુંગરીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવા છતાં જિલ્લા ભુસ્ત૨ વિજ્ઞાન અને ખનિજ ખાતું એકલદોકલ કેસ કરી સંતોષ માને છે. હાલ પરિસ્થિતિ એવી છે કે , રોજ ચાર થી પાંચ ટ્રક-ડમ્પર પર ઓવરલોડ કે પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન કરવાના કેસ કરવામાં આવે તો પણ ઓછા છે કે કેમ દર ત્રણ એ એક ટ્રક કે ડમ્પર ગેર કાયદેશર ખનીજ ની હેરાફેરી કરે છે .

આ વર્ષની શરૂઆતમાં  જિલ્લા ભુસ્ત૨ વિજ્ઞાન અને ખનિજ ખાતાને સુષુપ્ત અવસ્થામાં થી જગાડવાનો પ્રયાસ નવનિયુક્ત મોડાસાના મામલતદારે કર્યો હતો . મોડાસાના મામલતદાર અરૂણ એસ. ગઢવી એ ચાર દિવસમાં ચાર ઓવરલોડ અને પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન કરતા ટ્રક –ડમ્પરો ઝડપી સપાટો બોલવતા  જિલ્લા ભુસ્ત૨શાસ્ત્રી સફાળા જાગ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 પછી મોડાસા મામલતદારે કરેલ આ પ્રથમ કાર્યવાહીના કારણે ઓવરલોડ કે પાસ પરમિટ વિના ગેર કાયદેશર ખનીજ વહન ટ્રક –ડમ્પરો ના માલિકોમાં ફફડાટ ફેલાયો હતો.

મામલતદારે ઓવરલોડ રેતી વહન કરતા ડમ્પરને 2.45 હજારનો દંડ ફટકાર્યો હતો જ્યારે અન્ય ઝડપાયેલા વાહનો વિરૂદ્વ દંદ પ્રક્રિયા ચાલુ છે . અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર ખનીજનું વહન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે . જિલ્લા ખાણખનીજ વિભાગ ખનીજ માફિયાઓને ડામવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા મામલતદાર ની આ કાર્યવાહી થતા થોડું સક્રિય થશે તેવુ જાગૃત નાગરીકોનુ માનવું છે.