મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી  જિલ્લામાં કોરોના કહેર થી મોત નિપજાવાની ઘટના ફરી વખત ચરમસીમાએ  પહોંચી  છે. બાયડ તાલુકાના ત્રણ કોરોનાગ્રસ્ત દર્દીઓના ૧૨ કલાકના ટૂંકા ગાળામાં ટપોટપ મોત નીપજતાં બાયડ તાલુકામાં કોરોનાના મોતના તાંડવ થી લોકો રીતસરના ફફડી ઉઠ્યા છે. બીજીબાજુ મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર લઈ રહેલા ૬૭ વર્ષીય મહિલાનું મોત નિપજતા અરવલ્લી જીલ્લામાં ૩૩ લોકોને કોરોના ભરખી જતા કોરોનાનું પ્રાણઘાતક રૂપથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ત્રણ વધુ કોરોનાના દર્દીઓ નોંધાતા પોઝેટીવ દર્દીઓની સંખ્યા ૨૭૧ પર પહોંચી છે આરોગ્ય તંત્રનો વધુ એક છાબરાડો બહાર આવતા લોકોમાં આરોગ્ય તંત્રની કામગીરી સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. બાયડ તાલુકાના રમોસ ગામમાં કોરોના પોઝેટીવ દર્દીનુ ધનસુરા તાલુકાનાં રમોસ ગામનો હોવાનું જાહેર કરતા ગામમાં કોરોના કોને થયો લઈને અફડાતફડી મચી હતી ગામનાં સરપંચે આરોગ્ય તંત્રનું ધ્યાન દોરતા આરોગ્યતંત્રએ ભૂલ સુધારી હતી.
 
બાયડ તાલુકાના ગાબટ ગામના તબીબ ર્ડો.ભાઇલાલ ભાઈ પટેલ અને બાયડ શહેરમાં સપન હોસ્પિટલ ધરાવતાં એક સિનિયર ડોક્ટરના પત્નીનું અમદાવાદમાં સારવાર દરમિયાન કોરોના થી મોત નિપજતાં ભારે ચકચાર મચી હતી. આંબલીયારા ગામના કોરોનાગ્રસ્ત વૃદ્ધ નું ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં ૧૨ કલાકના ટુંકા ગાળામાં ત્રણ લોકોને કોરોના ભરખી જતા પંથકમાં ફફડાટ ફેલાયો છે. મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે સારવાર લઈ રહેલ ૬૭ વર્ષીય મહિલાનું મોત નિપજતા આરોગ્ય તંત્રે તકેદારીના ભાગરૂપે મહિલાની અંતિમક્રિયા કોવીડ-૧૯ ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી. હવે તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવતા સ્થાનિક તબીબો ચિંતામાં મૂકાયા છે જીલ્લામાં વધુ ત્રણ કોરોના પોઝેટીવ કેસ નોંધાતા કુલ કોરોના પોઝીટીવ આંકડો ૨૭૧  જેટલો થયો છે. સતત વધી રહેલ કોરોનાથી મોત ને પગલે આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે. 

મોડાસા શહેરમાં કોરોનાના પગલે મોતનો આંક ૨૪ થઈ ગયો છે. શહેરમાં કોરોના સામે વેપારીઓ અને લોકોની બેદરકારી પણ એટલી જ જવાબદાર હોવાનું જાગૃત નાગરિકો માની રહ્યા છે. શહેરમાં ધંધા-રોજગાર ના સ્થળોએ સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ અને દંડથી બચવા પહેરાતું માસ્ક આવનારા સમયમાં શહેરમાં કોરોના સંક્રમણને આમંત્રણ આપી રહ્યા છે. 

કોરોના મુક્ત માલપુર નગરમાં કોરોના ઈફેક્ટ: માલપુર બજારના વેપારીઓએ દુકાન ખુલ્લી રાખવાનો સમય ૨ વાગ્યાનો કર્યો  

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના પગલે વેપારીઓ વધુ ઘરાકી મેળવવાના બદલે સલામતી જાળવવા પ્રયત્ન કરી રહ્યા છે. દુકાન પર ઘરાકોની ભીડ જામતી જોઈને ખુશ થવાના બદલે વેપારીઓ હવે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ જોઈને ગભરાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝેટીવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે જીલ્લામાં હાલ દરરોજ ૩ થી ૭ કેસ નોંધાઈ રહ્યા છે જીલ્લામાં કોરોના મુક્ત રહેલા માલપુર નગર અને તાલુકામાં કોરોનાના સંક્રમણને ખાળવાં વેપારીઓએ સ્વયભૂ બપોરે બે વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખવા સામુહિક નિર્ણય લીધો છે બપોરે બે વાગ્યા પછી માલપુર નગરમાં સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. 

અરવલ્લી જિલ્લા માં કોરોના નો કહેર વધી રહ્યો છે જિલ્લા માં હાલ દરરોજ સરેરાશ ૩ થી ૭ કોરોના પોઝેટીવ કેસ વધતા જાય છે. અનલોક - 2 પછી જિલ્લા ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. હાલ જિલ્લા માં કોરોના ના ૨૭૧ કેસ છે જે એક મહિના માં ડબલ થવા પામ્યા છે તેની સરખામણી એ મોત ની સંખ્યા ૩૩ પર પહોંચી ચુકી છે. જે કેસ ની સરખામણી એ ખૂબ જ ચિંતાજનક છે ત્યારે તંત્ર દ્વારા સંક્રમણ ના ફેલાય તે માટે કોઈજ તકેદારી લેવામાં આવતી નથી ત્યારે વેઓરીઓ એ અને જનતા એ સ્વયં બજારો નિયત સમય સુધી બંધ રાખવા નો નિર્ણય કર્યો છે. જિલ્લા ના તમામ તાલુકા માં કોરોના ના કેસો આવ્યા છે એક માત્ર માલપુર તાલુકો એવો છે કે હાલ એક પણ કેસ કોરોના પોઝિટિવ નથી ત્યારે આગામી સમય માં કોરોના નો કહેર માલપુર માં ના ફેંલાય તે માટે અને બહાર ના લોકો નું સંક્રમણ ના ફેલાય તે માટે સોમવાર થી માલપુર ના બજારો સવારે 8 થી 2 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા નો સ્વયંભૂ નિર્ણય કરવા માં અવ્યો છે.