મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:   અરવલ્લી જીલ્લામાં લટકતી લાશો મળી આવવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. માલપુર જીતપુર ગામના એક જ કુટુંબના ૧૭ વર્ષીય સગીર અને ૧૫ વર્ષીય સગીરાની ગામના વિશ્વકર્મા મંદિર પાસે ઝાડ પર દુપટ્ટા સાથે ગળેફાંસો ખાધેલી હાલતાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી છે. મૃતકના પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સગીર-સગીરાની ઝાડ સાથે લટકતી હાલતમાં મૃતદેહના પગલે માલપુર પીઆઈ એફ.એલ.રાઠોડ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી બંનેની લાશને ઉતારી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. સગીર યુવક-યુવતીની આત્મહત્યા કે હત્યા કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતક સગીર-સગીરા એક જ કુટુંબના હોવાથી લોકોમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. 

Advertisement


 

 

 

 

 

કહેવાય છે પ્રેમ આંધળો છે, વ્યક્તિ એક વાર પ્રેમમાં પડ્યા પછી તેને દુનિયાદારીની કોઇ પરવા હોતી નથી. આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. 

પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત માહીતી અનુસાર માલપુર તાલુકાના જીતપુર ગામના ૧૭ વર્ષીય અલ્પેશ હરિભાઈ માળીવાડ અને ૧૫ વર્ષીય તુલસી ઉર્ફે લક્ષ્મી રાજુભાઈ મારીવાડનો ગામ નજીક આવેલ વિશ્વકર્મા મંદિર નજીક ઝાડ સાથે દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશો લટકતી હોવાની પરિવારજનો અને લોકોને જાણ થતા ટોળેટોળા ઉમટ્યા હતા. મૃતક બંને એક જ પરિવારના હોવાથી મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જીતપુર ગામ નજીક સગીર-સગીરાનો મૃતદેહ લટકતો હોવાની પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથધરી હતી. મૃતક સગીર-સગીરાની ઝાડ પર લટકતી લાશ ઉતારી પીએમ માટે સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.