મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા દોડાદોડી કરી રહી છે. માલપુર પોલીસે હમીરપુર ચોકડી નજીકથી પીકઅપ ડાલામાં ગેરકાયદેસર કતલખાને ધકેલાતી ત્રણ ગાયને બચાવી મોડાસાના બે કસાઇઓની ધરપકડ કરી લીધી હતી. અન્ય એક બનાવમાં મેડી ટીમ્બા ગામ નજીક રોડ પરથી ઇકો કારમાં ૪૦ હજારનો વિદેશી દારૂ ભરી પસાર થતા વિજયનગર અને રાજસ્થાની બુટલેગરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

માલપુર પી.આઈ એફ.એલ.રાઠોડ અને તેમની ટીમે હમીરપૂર ચોકડી પર વાહનચેકીંગ હાથધરતાં રોડ પરથી પસાર થતા પીકઅપ ડાલામાં ત્રણ ગાય મુશ્કેટાટ હાલતમાં બાંધેલી જોવા મળતા પીકઅપ ડાલાને અટકાવી ચાલક અને સાથે રહેલા શખ્સની પૂછપરછ કરતા ત્રણે ગાયોને ગેરકાયદેસર કતલખાને લઇ જવામાં આવતી હોવાનું જણાવતા ત્રણે ગાયને બચાવી લઇ પાંજરાપોળ ખાતે મોકલવા તજવીજ હાથધરી  ૧)જુમાં નૂરમોહમ્મ્દ પઠાણ અને ફારુકમિયા નજરમિયા સીંધી (બંને,રહે મોડાસા) ની ધરપકડ કરી ૨.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

માલપુર પોલીસે મેડી ટીમ્બા રોડ પરથી ૪૦ હજાર રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ઇકો કાર ઝડપી પાડી સાબરકાંઠા વિજયનગર તાલુકાના જાલોટી ગામના દીલીપ સોમાભાઈ બરંડા અને રાજસ્થાન દાતાવાડાના બગદારામ મહાદેવરામ રબારીને દબોચી લીધા હતા. માલપુર પોલીસે વિદેશી દારૂ,કાર,મોબાઇલ મળી કુલ.રૂ.૨.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇકો કારમાં વિદેશી દારૂ ભરી આપનાર ઉદેપુરના રાજુ નામના બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.