મેરાન્યૂઝ નેટવર્ક.સાણંદ: મેઘાસીટી પછી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોલનું ચલણ વધી રહ્યું છે. અરવલ્લી જીલ્લામાં અનેક સ્થળે મોલ નું નિર્માણ થયું છે ત્યારે મોલમાં ચોરી કરતી આંતરરાજ્ય મહિલા ગેંગ સક્રિય થતા મોલ ધારકોમાં ફફડાટ ફેલાયો છે. મોડાસાના મોટી ઈસરોલ ગામે આવેલ એક મોલમાં કાજુની ચોરી કરનાર ૪ મહિલાઓને નાના બાળકો સાથે રેકી કરી મોલ ધારકે ઝડપી લઇ રૂરલ પોલીસને સુપ્રત કરતા પોલીસે મહિલાઓની પ્રાથમિક પૂછપરછ હાથધરી છે. મોલમાં ચોરી કરતી મહિલાઓ બાળકો સાથે લઇ મોલમાં માલસામાનની ચોરી કરતી હોવાથી મોલ ધારકો પણ થાપ ખાઈ જતા હતા. ત્યારે ઈસરોલ મોલ ધારકની સતર્કતાથી સીસીટીવી કેમેરામાં કેદ થયેલ આંતરરાજ્ય ગેંગને ઝડપી લીધી હતી. 

મોટી ઈસરોલ ગામે હાઈવે પર કે.ડી.સુપરમાર્કેટ નામના મોલમાં બે દિવસ અગાઉ ત્રણ-ચાર મહિલાઓ બાળકો સાથે પ્રવેશી કાજુની ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. મોલ ધારક યોગેશભાઈ પટેલને મોલમાં ખરીદી કરવા આવેલી મહિલાઓની શંકાસ્પદ હિલચાલના પગલે સીસીટીવી કેમેરા ચેક કરતા મહિલા ટોળકી ખરીદીના બદલે ચોરી કરતી ગેંગ હોવાનું જોવા મળતા ચોકી ઉઠ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં મોલ ધારકોને સતર્ક કરી દીધા હતા ત્યારે કે.ડી.સુપરમાર્કેટમાં ચોરી કરનાર મહિલાઓને રિક્ષામાં મુસાફરી કરતી ઝડપી લેતા મહિલાઓની પોલ ખુલી જતા મહિલાઓ રડી પડી હતી. બાળકો સાથે ચોરી કરતી ગેંગ ઝડપાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મોલધરકે ઝડપાયેલી મહિલાઓને મોડાસા પોલીસને સોંપી દીધી હોવાનું મોલધારકે જણાવ્યું હતું. 
 

Advertisement