મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ માલપુર ગામમાં વીજતાર પર પક્ષી ફસાતા ત્યાંથી પસાર થતા દિલીપભાઇ વાઘેલા નામના યુવકનું હૃદય દ્રવી ઉઠ્યું હતું અને પક્ષીને બચાવવાની ચિંતામાં ઉતાવળે લોખંડના સળિયા પર લાકડી બાંધીને થાંભલા પર ચઢી ગયા કબૂતરને વીજતારમાંથી છૂટું પાડતા કબૂતર તો ઉડી ગયું પરંતુ દિલીપભાઈ વાઘેલાને વીજકરંટ લાગતા નીચે પટકાતા જીવદયા પ્રેમી યુવકનું મોત થયું હતું. જે બાદમાં જીવદયાપ્રેમીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. જે બાદમાં જીવદયાપ્રેમીઓમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું કારણ કે દીલીપ વાઘેલા તેના પરીવારનું મજૂરી કરી જીવનનિર્વાહ ચલાવતો હોવાથી પત્ની અને ત્રણ બાળકોનું ભરણપોષણ કોણ કરશેની દહેશત વચ્ચે સૌપ્રથમ શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ ૧૦ હજાર રોકડ રકમની સહાયની જાહેરાત કરી અને પછી ગરીબ પરિવારને મદદ માટે અનેક લોકો આગળ આવ્યા હતા. ત્યારે જીલ્લા કલેકટર ડૉ. નરેન્દ્ર મીણાના હસ્તે માલપુરની વિવિધ સેવાકીય સંસ્થાઓ અને વેપારીઓએ ૩.૩૬ લાખના ચેક અર્પણ કરી પરિવારને આર્થિક હૂંફ આપી હતી.

માલપુરમાં થોડા દીવસ અગાઉ વીજપોલ પર એક પક્ષી ફસાયું હતું. જેથી સ્થાનિક દીલીપભાઇ તેને બચાવવા વીજપોલ પર ચઢ્યા હતા. લાકડી સાથે સળીયો બાંધી પક્ષીની મદદ કરવા ગયા જ્યાં કરંટ લાગતાં તેઓ નીચે પટકાતાં તેમનું મોત થયું હતું. આવા સંજોગોમાં ઈમર્જન્સી હેલ્પ લાઈન 101 અથવા કોઈ એનિમલ કેર હેલ્પલાઈનની મદદ લેવી જોઈએ. જોકે યુવકે જાતને જોખમમાં મુકી હતી જેની કિંમતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ તરફ નવયુવાનના મોતને લઇ પરિવાર અને જીવદયાપ્રેમીઓમાં શોકનો માહોલ સર્જાયો હતો. મજૂરી કરતા અને શાકભાજીની લારી ચલાવતાં દિલીપભાઈને સંતાનમાં ત્રણ બાળકોમાં બે પુત્ર તેમજ એક પુત્રી છે. આ ઘટના બાદ તેમના પરિવારને મદદરૂપ થવા અનેક સંગઠનો આગળ આવ્યા છે અને પરિવારનાં લાભાર્થે ફંડ એકત્ર કરવાની ઝુંબેશ ઉપાડી છે. માલપુરના વેપારીઓ અને વિવિધ સંસ્થાઓની મહેનત પરિવાર માટે રંગ લાવી હોય તેમ શુક્રવારે જીલ્લા કલેકટરના હસ્તે ૩.૩૬ લાખની રકમના ચેક સહાયરૂપે અર્પણ કરાયો હતો.

Advertisement


 

 

 

 

 

જીવદયાપ્રેમી દિલીપ વાઘેલા થયેલ અકાળે અવસાન પછી માલપુર ગામના યુવાનો, અગ્રણીઓ, વેપારીઓ તેમજ સેવાકીય સંસ્થાઓ ગરીબ પરિવારનો મોભી છીનવતા પરિવારને જીવનનિર્વાહ ચલાવવામાં આર્થિક સંકડામણ ન થાય તે માટે કરિયાણું, કપડાં તેમજ રોકડ રકમની મદદ કરી રહ્યા છે તથા ગરીબ પરિવારને પાકું મકાન મળે તે માટે પણ તંત્ર પ્રયત્નશીલ બન્યું છે.