મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : કોરોના કાળમાં અને કડક પ્રતિબંધો વચ્ચે ગુજરાતમાં અન્ય રાજ્યમાંથી પ્રવેશતા લોકો માટે RT-PCR નેગેટિવ રીપોર્ટ ફરજીયાત છતાં રાજસ્થાન તરફથી આવતી સ્કોર્પીઓ ગાડીમાંથી ૪.૨૯ લાખનો વિદેશી દારૂ ભરી પસાર થતી સ્કોર્પીઓ કારને અરવલ્લી એલસીબી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી ઝડપી પાડી હતી. જો કે સ્કોર્પિઓમાં રહેલ બુટલેગર રાતના અંધારાનો લાભ લઇ ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બે દિવસ અગાઉ પણ એલસીબી પોલીસે ભવાનપુર નજીક સીએનજી રિક્ષામાંથી ૩૩ હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યા બાદ વધુ એક વાર બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવ્યું હતું.
 
હાલમાં ચાલી રહેલ કોરોના મહામાર ને લઈને અનેક જગ્યાએ લોકડાઉનના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર દ્રારા કોરોના સંક્રમણને લઈને અલગ અલગ નિયત્રણો લાદવામાં આવ્યા છે. તેમાથી એક મહત્ત્વ નો સરકારનો નિર્ણય છે કે દેશના કોઈપણ રાજ્ય માંથી ગુજરાત માં પ્રવેશ માટે ફરજિયાત RT PCR નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. તેને લઈને રાજય ની તમામ સરહદો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે પોલીસની વાહન ચેકિંગની પોલ ખૂલી રહી છે.


 

 

 

 

 

અરવલ્લી એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે શામળાજી તરફથી સ્કોર્પીઓ ગાડી દારૂ ભરી પસાર થવાની હોવાની બાતમી મળતા સુનોખ નજીક નાકાબંધી કરી સ્કોર્પિઓને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે પોલીસ નાકાબંધી તોડી સ્કોર્પિઓ રોડ પર દોડાવી મુકતા એલસીબી પોલીસે પીછો કરતા સ્કોર્પિઓનો ચાલક રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે સ્કોર્પીયોમાંથી વિદેશી દારૂ બોટલ-ટીન નંગ -૨૩૯૫ કીં.રૂ.૪૨૯૪૫૦/- નો જથ્થો જપ્ત કરી સ્કોર્પિઓ ગાડી મળી કુલ રૂ. ૬૨૯૪૫૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.