મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાતમાં રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે જીલ્લા એલસીબી પોલીસ મુખ્યમાર્ગો અને આંતરિયાળ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથધરી બુટલેગરોના કીમિયાને સતત નિષ્ફળ બનાવી રહી છે એલસીબી પોલીસે મોડાસા શહેરના બાયપાસ રોડ પર એક્ટિવામાંથી વિદેશી દારૂની ૫૬  બોટલ સાથે અમદાવાદના બે બુટલેગરોને ઝડપી લીધા હતા શામળાજી આશ્રમ ચોકડી પર એલસીબી પોલીસને દારૂ ભરેલી કારના ચાલકે ચકમો આપી ભગાડી મૂકતા એલસીબી પોલીસે ફીલ્મીઢબે પીછો કરતા બુટલેગર ગડાદર નજીક કાર મૂકી બુટલેગર ફરાર થઇ જતા કારમાંથી ૮૧ હજારથી વધુનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમારના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે મોડાસા બાયપાસ રોડ પર રાણાસૈયદ ચોકડી પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા અમદાવાદના બે બુટલેગરો રાજસ્થાન બાજુથી એક્ટિવામાં વિદેશી દારૂ ખેપ મારતા હોવાની બાતમી મળતા નાકાબંધી કરી બાતમી આધારીત એક્ટિવા આવતા કોર્ડન કરી અટકાવતા એક્ટિવામાંથી વિદેશી દારૂ બોટલ નંગ-૫૬ કીં.રૂ.૧૬૮૦૦/- નો જથ્થો જપ્ત કરી ઇંદ્રર મોહનદાસ રામસિંઘાની (રહે,જવાહર નગર,અમદાવાદ) અને કેતન કિશોરભાઈ વાઘેલા (રહે,કેમ્પ સદર બજાર રોડ,અમદાવાદ) ને ઝડપી પાડી એક્ટિવા,મોબાઇલ,દારૂ મળી કુલ.રૂ.૫૬૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલ શામળાજી આશ્રમ ચોકડી નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે આવતી રીટઝ કારને અટકાવવા જતા કાર ચાલકે કાર દોડાવી મુકતા એલસીબી પોલીસે કારનો પીછો કરતા ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા આખરે કાર ચાલક બુટલેગર વિદેશી દારૂ ભરેલી કાર ગડાદર પ્રાથમીક શાળા નજીક મૂકી ફરાર થઇ જતા કારનો પીછો કરતી એલસીબીની ટીમે કારમાંથી વિદેશી દારૂની બોટલ-બીયર નંગ-૪૦૮ કીં.રૂ.૮૧૮૦૦/- અને કાર કીં.રૂ.૨૦૦૦૦૦/- મળી કુલ રૂ.૨૮૧૮૦૦/- નો મુદામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા કાર ચાલક બુટલેગર વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.