મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર બહુ ચર્ચીત અરવલ્લી એલસીબી પોલીસ દારૂકાંડની ઘટના પછી ફરાર પીઆઈ આર.કે.પરમાર ૬ મહિના ભૂગર્ભ ઉતરી ગયા પછી હિંમતનગર ડીવાયએસપી કચેરીમાં હાજર થતા તેના બે જુદા-જુદા ગુન્હામાં ત્રણ દીવસના રીમાન્ડ પુરા થતા મોડાસા સબજેલમાં ધકેલી દીધો છે. રેંજ આઇજી અભય ચુડાસમાએ સમગ્ર કેસની તટસ્થ તપાસ માટે સાબરકાંઠા ડીવાયએસપી સુર્યવંશીની અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવી હતી. હાલ સમગ્ર કેસની તપાસ સાબરકાંઠા ડીવાયએસપી સુર્યવંશી ચલાવી રહ્યા છે ત્યારે હાલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સુખીબેન માળી અગાઉ દારૂકાંડ સર્જાયો ત્યારે એલસીબી પોલીસમાં ફરજ બજાવતા હોવાથી તપાસ માટે બોલાવતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે તપાસ અધિકારી સૂર્યવંશીએ તપાસના ભાગરૂપે તેમની પૂછપરછ કરી હોવાનું જણાવ્યું હતું. 

Advertisement


 

 

 

 

 

અરવલ્લી એલસીબી દારૂકાંડમાં સીટના વડા સાબરકાંઠા ડીવાયએસપીએ અગાઉ એલસીબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને હાલ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુખીબેન માળીને જરૂરી નિવેદન મેળવવા સમન્સ પાઠવવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાયો હતો. મહિલા પીએસઆઈ માળીને તેડું આવતા પોલીસતંત્રમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું સીટ સામે મહિલા પીએસઆઈ માલી તેમના નિવેદન આપી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. 

સાબરકાંઠા ડીવાયએસપી સુર્યવંશીના જણાવ્યા અનુસાર 
   
અરવલ્લી એલસીબી દારૂકાંડની નિષ્પક્ષ તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. સીટના અધ્યક્ષ સાબરકાંઠા ડીવાયએસપી સૂર્યવંશી સાથે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહીલા પીએસઆઈ સુખી બેન માળીને સીટના સમન્સ અંગે ટેલીફોનીક પૂછપરછ કરતા પીએસઆઈ માળી એલસીબી પોલીસમાં ફરજ બજાવતા હોવાથી પૂછપરછ માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું અને તેમની કેસને લગતી પૂછપરછ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.