મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે વધુ એકવાર પોલીસકર્મીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે. જેમાં અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ડ્રાઈવર,૪ પોલીસકર્મી સહીત ૧૫ કર્મચારીઓની બદલીનો આદેશ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. સતત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીઓ થતા પોલીસતંત્રમાં ચણભણાટ શરૂ થયો છે. સાગમેટે ૧૫ પોલીસકર્મીઓની બદલીઓ થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ સાગમટે કરાયેલી બદલીઓ પોલીસની કાર્યદક્ષતા સુધારવા કરાઈ હોવાની ચર્ચાઓને લઈ કેટલાક વહીવટીદારોમાં સોપો પડી ગયો છે.જયારે ઈમાનદાર કર્મી.ઓ માં આનંદ છવાયો છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ચાર્જ સંભાળ્યા બાદ જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન અને વિવિધ શાખાઓમાં ફરજ બજાવતાં પોલીસકર્મી‍ઓની કામગીરીની સમીક્ષા કરી ફરજમાં નિષ્ક્રય તથા એક સ્થળે વર્ષોથી ચીટકી રહેલાં કર્મચારીઓની બદલી કરી પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને સુધારણા માટે સંકેત આપ્યા છે. અરવલ્લી એલસીબીમાં ફરજ બજાવતા ૧)મોહનસિંહ ફતેસિંહ,૨)અનીલ કુમાર અંબાલાલ,૩)નરેન્દ્રસિંહ પદમસિંહ ,૪)સંજય કુમાર મનોજ ભાઈ અને નરેશકુમાર પથુભાઈ નામના પોલીસકર્મીઓની જીલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવતા પોલીસીબેડમાં ખળભળાટ મચ્યો છે. તેમજ મોડાસા રૂરલ અને એમટીમાં ફરજ બજાવતા એક એક અને હેડક્વાટર ખાતે ફરજ બજાવતા ૮ પોલીસ કર્મચારીઓની પણ બદલી કરી દીધી હતી 

અરવલ્લી પોલીસ અને તેમની કામગીરી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહી છે.છેલ્લા કેટલાક સમયથી ગૃહખાતાની આડપંપાળ અને ભ્રષ્ટ અધિકારીઓની કારણે જિલ્લા પોલીસની છાપ ખરડાઈ છે.મોટેભાગે વિદેશી દારૂની હેરાફેરી સામે જાણી જોઈ કરાતા આંખ આડા કાન,બુટલેગરો સાથેની ભાઈબંધીને લઈ જિલ્લામાં ઘરફોડ તસ્કરો પણ પોલીસ કબ્જામાંથી દારૂ ચોરતાં શીખી ગયા છે.શામળાજી પોસઈને તાજેતરમાં જ બુટલેગરને મદદરૂપ થવાના કારણોસર ફરજ મોકૂફ કરી દેવાયા હતા.