મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ઇકો કારનું મોટું સાયલન્સર ઇકો કાર માલિક માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે. રાજ્યમાં ઈકો કારના સાયલન્સરમાં રહેલા કેટાલીક કન્વર્ટર માંથી પ્લેટિનમ સહીત મળતી મિશ્ર ધાતુની કિંમત ૮ થી ૧૦ હજાર રૂપિયા મળતા હોવાથી ઇકો કારના સાયલન્સરની ચોરી કરતી અનેક ગેંગ સક્રિય થતા પોલીસની ઉંઘ હરામ કરી દીધી હતી ત્યારે અરવલ્લી જીલ્લામાં ઇકો કાર અંબુજા કંપનીમાં ભાડે જોઈએ છે ઇકો કાર કંપનીમાં બતાવાના બહાને મેઘરજના રાંજેડી ગામનો સચિન ધીરજભાઈ  બામણા અને હિંમતનગરના ચંદનગરમાં રહેતા તાહીરહુસેન મહમદશા દીવાન ગણતરીની મિનિટોમાં ઈકો કારના સાયલન્સરમાંથી મિશ્ર ધાતુ કાઢી લઈ પરત આપી દેતા હતા. બંનેને અરવલ્લી એલસીબી પોલીસે ઝડપી લઈ ૨૨ થી વધુ ઇકો કાર માલિકો સાથે છેતરપીંડી આચરી હોવાનો પર્દાફાશ કર્યો હતો. અરવલ્લી એલસીબી પોલીસે ઇકો કારના સાયલન્સરમાંથી નીકળતી ધાતુ ખરીદનાર અમદાવાદ નારોલના રવીશકુમાર દ્રુપનારાયણે ઝાળ બિછાવી ઝડપી લીધો હતો.
  
અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમે ઇકો કારના સાયલનસરમાંથી કેટાલીક કન્વર્ટરની ચોરી કરનાર મેઘરજના રાંજેડી ગામના સચીન બામણા અને હિંમતનગરના તાહીરહુસેન દીવાનને ઝડપી પાડી ઇકો કારના સાયલન્સરની ધાતુની ખરીદી કરનાર અમદાવાદ નારોલના મની હોટલના ખાંચામાં રહેતા રવીશકુમાર દ્રુપનારાયણ તિવારી (મૂળ,રહે.પૂરબગાંવ,અયોધ્યાય રાજ્ય-યુ.પી) ને ઝાળ બિછાવી મોડાસા બોલાવતા રવીશકુમાર મોડાસા બોલાવતા મોડાસા દોડી આવતા શિકારની રાહ જોઈ બેઠેલી અરવલ્લી એલસીબી પોલીસે દબોચી લેતા પોલીસની ઝાળમાં ફસાઈ જતા હોશ ઉડી ગયા હતા. અરવલ્લી એલસીબી પોલીસે આગળની તપાસ માટે મેઘરજ પોલીસને સુપ્રત કરતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.