મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્ય સરકારે થોડા સમય પહેલા આર.આર.સેલ (રેપીડ રિસ્પોન્સ સેલ)નું વિસર્જન કરી નાખ્યું હતું ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પોલીસતંત્ર વાઈબ્રન્ટ બન્યું હતું. જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવવા દોડાદોડી કરી રહ્યું હતું. જીલ્લા પોલીસવડા જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને પોલીસકર્મીઓની બુટલેગરો સાથેની ભાઈબાંધી જોઈ ચોકી ઉઠ્યા હતા અને બુટલેગરો સાથે ભાઈબંધી રાખનાર સામે સસ્પેન્ડ કરી શખ્ત કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે તેમની આંખ નીચે અરવલ્લી એલસીબી પોલીસે ઝડપાયેલા દારૂનો વેપલો શરૂ કરતા અને સમગ્ર દારૂકાંડનો પર્દાફાશ થતા સ્વચ્છ છબી ધરાવતા એસપી સંજય ખરાત ચોકી ઉઠ્યા હતા. સ્થાનીક સ્વરાજ્યની મતગણતરી પૂર્ણ થતાની સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચને વિખેરી નાખતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે એસપીના નિર્ણય પછી વહીવટદારોમાં રીતસરનો સોંપો પડી ગયો છે.

અરવલ્લી પોલીસવડા સંજય ખરાતે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાની સાથે મંગળવારે રાત્રે જીલ્લા પોલીસતંત્રમાં મહત્વનો નિર્ણય લઇ એલસીબી શાખાનું વિસર્જન કરી નાખ્યું હતું અને એલસીબી શાખામાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓને હેડક્વાટર ખાતે અને ૨ પોલીસકર્મીઓની એમ ટી વિભાગમાં બદલી કરી દીધી હતી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના નિર્ણય થી જીલ્લા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે જીલ્લા પોલીસવડાએ વધુ એક વાર સખ્તાઈ પૂર્વક નિર્ણય લઈ જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે.