મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે અપહરણ,ગુમ થયેલ અને વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્રને માર્ગદર્શન અને સૂચના આપતા સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ સતત દોડધામ કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડાના ઓડ ગામેથી ૫ વર્ષ આગાઉ છોકરીનું અપહરણ કરનાર આરોપીઓને છત્રાલ જીઆઈડીસીમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

અરવલ્લી એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમે કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીમાં આવેલ તિરૂપતિ બાલાજી કંપનીમાં છાપો મારી ૧) કમલેશકુમાર સોમાભાઈ અસારીઅને ૨) સોમાભાઈ કાળાભાઈ અસારી (બંને.રહે બોરનાપાણી,-વિંછીવાડા,રાજ) ને ઝડપી પાડી ૫ વર્ષ અગાઉ છોકરીના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. બંને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ  કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી શામળાજી પોલીસ મથકના ફર્સ્ટ ગુના રજી. નંબર. ૭૧/૨૦૧૫ ઈ. પી. કો. ક. ૩૬૩,૩૬૬, ૩૭૬ મુજબના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળ રહ્યા હતા.