મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગ નો વાઘ બની રહી છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા દોડાદોડી કરી રહી છે સતત બુટલેગરોના કીમિયા નિષ્ફળ બનાવી રહી છે અરવલ્લી એલસીબી પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધર્યું હતું રાજસ્થાનથી બુલેટ પર અમદાવાદ વિદેશી દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી મળતા સુકાવાંટડા નજીક નાકાબંધી કરી બુલેટ પર પસાર થઇ રહેલ બે બુટલેગરને ૩૫ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી એલસીબી પી.આઈ.આર કે પરમાર તેમની ટીમના પોલીસકર્મી ઈમરાનખાન, સંજયકુમાર, અને પ્રમોદચંદ્ર સાથે ધનસુરા વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગ હતા ત્યારે કાળા કલરની બુલેટ પર વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી મળતા સુકાવાંટડા નજીક નાકાબંધી કરી રાજસ્થાનથી અણીયોર તરફના રસ્તા પરથી આવતા બે શખ્શો બુલેટ (ગાડી.નં-જી જે. ૩૧.કે. ૮૫૨૩)ને લઈને પસાર થતા અટકાવી તલાસી લેતા તેમની પાસે રહેલા થેલા માંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૫ કીં.રૂ.૨૮૦૦૦/- નો જથ્થો જપ્ત કરી બુલેટ ચાલક હર્ષરાજસિંહ મોહનસિંહ સોલંકી (રહે,મોટી મોરી,મેઘરજ) અને ધનરાજસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા (રહે,રખિયાલ-દહેગામ) ને ઝડપી પાડી બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી વિદેશી દારૂ,બુલેટ સહીત કુલ.રૂ.૧૩૪૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સો વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.