મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત દોડા દોડી કરી રહી છે જીલ્લામાં દિવાળીના તહેવાર ટાણે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી રહી છે અરવલ્લી એલસીબી પોલીસે મોડાસાના હજીરા વિસ્તારમાંથી મિત્સુબિશી કારમાં ૩૧ હજારથી વધુના વિદેશી દારૂની ભરી પસાર થતા દહેગામડાના જીતેન્દ્ર બબાભાઈ માલીવાડ નામના બુટલેગરને ઝડપી પાડી બુટલેગરની ખેપને નિષ્ફળ બનાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી એલસીબી પીઆઇ આર કે પરમાર અને તેમની ટીમે હજીરા વિસ્તારમાં શામળાજી તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું જીલ્લા સેવાસદન કચેરી તરફથી પુરપાટ ઝડપે પસાર થતી મિત્સુબિશી કારને અટકાવી તલાસી લેતા કારમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૫૨ કીં.રૂ.૩૧૨૦૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક ભિલોડા તાલુકાના દહેગામડા ગામના જીતેન્દ્ર બબાભાઈ માલીવાડની ધરપકડ કરી વિદેશી દારૂ અને કારની કિંમત મળી કુલ રૂ.૧૩૨૨૦૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.