જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા):  રાજયભરમાં ચકચાર મચાવનાર આ ગુનાના સસ્પેન્ડ જિલ્લા એલસીબી ના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર અને છ માસ થી નાસતા ફરતા વોન્ટેડ આરોપીની સાબરકાંઠા પોલીસે અટકાયત કરતાં આ આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરાયો હતો અને નામદાર ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આ આરોપીના બે દિવસીય રીમાન્ડ મંજૂર કરતાં પોલીસ આરોપીનો કબ્જો મેળવી આ ચકચારી કેસમાં સઘન તપાસ હાથ ધરી હતી સસ્પેન્ડ પીઆઈ આર કે પરમારના બે દિવસના રિમાન્ડ પુરા થતા તેના વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વધુ એક ગુન્હા સસ્પેન્ડેડ પીઆઈ આર કે પરમારની સંડોવણી બહાર આવતા અટકયાત કરી હતી પોલીસ વધુ રીમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

Advertisement


 

 

 

 

 

ફેબુ્રઆરી માસમાં દારૂની ૧૨૦ બોટલો વહીવટદારની નંબર વગરની ગાડીમાં ખેપ મારતા જિલ્લા એલસીબી ના બે પોલીસકર્મી ઝડપાયા હતા.અને આટલા ચોંકાવનારા બનાવ પછી પણ ૪ દિવસ બાદ જિલ્લા એલસીબી કચેરીમાંથી વિદેશી દારૂની ૧૬૭ બોટલોનો છુપાવેલ ગેરકાયદેસર જથ્થો મળી આવતાં જ હડંકપ મચ્યો હતો.આ પ્રકરણે તત્કાલીન એલસીબી પોલીસ ઈન્સ્પેકટર આર.કે.પરમાર સહિત કોન્સ્ટેબલ ઈમરાનખાન નજામીંયા ખોખર,પ્રમોદકુમાર સુખદેવ પ્રસાદ પંડા અને અતુલ ઘેલાભાઈ ભરવાડ વિરૂધ્ધ ટાઉન પોલીસ સ્ટેશને મોડાસામાં ગુનો નોંધાયો હતો. આ ચકચારી પ્રકરણે રેન્જ આઈ.જી.અભય ચુડાસમા દ્વારા આ કેસની તપાસ સાબરકાંઠાના ડીવાયએસપી કે.એચ.સુર્યવંશીને સોંપાઈ હતી.

જોકે રજા ઉપર ઉતરી ગયેલા આ પોલીસ ઈન્સ્પેકટર સહિત અન્ય આરોપી કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. અને પકડ વોરંટ કઢાયું હતું.પરંતુ પોલીસ ટીમના કેટલાય પ્રયાશો છતાં ભૂગર્ભમાં ઉતરી ગયેલ આ આરોપીનો કોઈ જ પત્તો નહીં લાગતાં પોલીસ કામગીરી સામે પ્રશ્નો ઉઠયા હતા.પરંતુ છ માસની રઝળપાટ અને સંતાકુકડી બાદ આરોપી પીઆઈ આર.કે.પરમાર સાબરકાંઠા ડીવાયએસપી સમક્ષ હાજર થતાં પોલીસે અટક કરી ૧૫ મી ઓગસ્ટને રવિવારના રોજ જિલ્લાના ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ નીવાસ સ્થાને રજૂ કર્યો હતો અને આરોપીના ૧૪ દિવસના રીમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ નામદાર કોર્ટે આ આરોપીના બે દિવસના રીમાન્ડ મંજૂર કરતાં ડીવાયએસપી કે.એચ.સુર્યવંશીએ સઘન પુછપરછ હાથધરી હતી આરોપીના બે દીવસના રીમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો અને રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવણી હોવાનું ખુલતા અટકાયત કરી હતી.