મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી :દાહોદ  જીલ્લાના દંપતીને મેઘરજના ત્રણ ઠગે થોડા દિવસ અગાઉ તેમની સાથે વિશ્વાસ કેળવી તેમની પાસે રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમને  તંત્ર-મંત્ર કરી  દસ ઘણા કરી આપવા લલચાવતાં લોભિયા હોય ત્યાં ઠગારા ભૂખે ન મરે તેમ દંપતિ ઠગ ટોળકીની વાતોમાં આવી જતા ત્રણે ઠગારા દંપતીને લઇ માલપુર તાલુકાના નાથાવાસ ગામના જંગલોમાં પહોંચ્યા હતા અને દંપતી પાસે રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પર તંત્ર મંત્ર કરવાનું નાટક કરી રૂ.૩.૫૭ લાખનો મુદ્દામાલ લઇ રફુચક્કર થઇ જતા ઠગ ટોળકીનો ભોગ બનેલ દંપતિ હોફાળું-ફોફાળું બન્યું હતું. આખરે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા પોલીસવડાએ એલસીબીને તપાસ સોંપતા ગણતરીના દિવસોમાં ત્રણે ઠગને રાજસ્થાનથી દબોચી લઇ ૨.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 

Advertisement


 

 

 

 

 

દાહોદનું દંપતી આબાદ મેઘરજની મદારી ગેંગનો ભોગ બનતા ઘટનાની ગંભીરતા સમજી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ઠગ ટોળકીને દબોચી લેવા જિલ્લા એલસીબી પોલીસને તપાસ સોંપતા એલસીબી પોલીસે બાતમીદારો સક્રિય કરી રાજસ્થાનના બ્યાવર બાલાજી મંદિર ખાતે હોવાની જાણ થતા તાબડતોડ રાજસ્થાન પહોંચી બે ઠગને દબોચી લઇ ગેંગનો મુખિયા મેઘરજ અજુબાજુમાં આવ્યો હોવાની બાતમી મળતા ત્રણે ઠગને દબોચી લઇ તેમની પાસેથી ૨.૩૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 

દંપતીને ઠગનાર આરોપીના નામ વાંચો 
૧)સાગરનાથ સમજુનાથ મદારી
૨)કાળું ઉર્ફે આકાશ બાબુનાથ મદારી 
૩)લાડકનાથ સમજુનાથ મદારી (ત્રણે રહે,દામાનગર-મેઘરજ)