મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમારે ચાર્જ સાંભળતાંની સાથે ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વણઉકેલ્યા ગુન્હાનો ભેદ ઉકેલવા કમરકસી છે ગુન્હાને અંજામ આપતા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે દાહોદ જીલ્લાના મનખોસલા ગામના યુવકને નજીકના ગામમાં રહેતી યુવતી સાથે આંખ મળી જતા યુવક-યુવતી થોડા સમય અગાઉ પરિવારજનોની જાણ બહાર નાસી છૂટ્યા હતા અને મોડાસાના દેવરાજ ધામ નજીક ખુલ્લામાં સુખી સંસારના સપના સાથે મજૂરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા. યુવતીના પરિવારજનોને યુવતી મોડાસામાં હોવાની જાણ થતા શનિવારે સવારે ૮ વાગ્યાના સુમારે કાર લઇ પહોંચી કામકાજ અર્થે નીકળેલ યુવતીનું અપહરણ કરી નાસી છૂટતા ભારે ચકચાર મચી હતી. શ્રમિક યુવકે તેની સાથે રહેલ યુવતીનું અપહરણ થતા પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ સહીત વિવિધ એજન્સીઓ દોડી આવી હતી. મોડાસા ટાઉન પોલીસે કારમાં અજાણયા ઈસમોએ કારમાં અપહરણ થયાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. કારમાં યુવતીનું અપહરણ થતા જીલ્લા સહીત રાજ્યભરની પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અરવલ્લી એલસીબી ટીમે અપહરણકારોને ઝડપી પાડવા દાહોદ સહીત ઠેર ઠેર છાપા માર્યા હતા. એલસીબી ટીમને ગણતરીના કલાકોમાં અપહરણકરોને મહેમદાબાદથી અપહત્ય યુવતી સાથે ઝડપી પાડી યુવતીનો છુટકારો કરાવી અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. 

         દાહોદના મનખોસલા ગમનો ૨૧ વર્ષિય મુકેશ મત્તાભાઈ ડામોર નામનો યુવક નજીકના ગ્રામ્ય વિસ્તારની ૨૦ વર્ષીય શીતલ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પ્રેમી પંખીડા પરિવારજનો પ્રેમ સંબન્ધ નહિ સ્વીકારેના ડરથી થોડા સમય અગાઉ ભાગી ગયા હતા યુવક-યુવતી મોડાસાના દેવરાજધામ નજીક આવેલા પેટ્રોલપંપ પાસે ખુલ્લી જગ્યામાં રહી મજૂરી કરી રોટલો રળી રહ્યા હતા. યુવતીના પરિવારજનો અને સગા-સંબંધીઓએ યુવતીની શોધખોળ હાથધરી હતી. ત્યારે યુવક-યુવતી મોડાસામાં હોવાની જાણ થતા શનિવારે ઇન્ડિકા કાર લઈ એક મહિલા અને ૪ શખ્શો દેવરાજધામ નજીક પહોંચી યુવતીનું બળજબરી પૂર્વક ઉઠાવી અપહરણ કરતા યુવકને જાણ થતા મોડાસા ટાઉન પોલીસને તેની સાથે રહેલ યુવતીનું અજાણ્યા શખ્શો અપહરણ કરી ગયાની જાણ કરતા પોલીસતંત્ર દોડતું થયું હતું. મોડાસા ટાઉન પોલીસે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી એસપી સંજય ખરાતે અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલવા એલસીબીને તપાસ સોંપી હતી. 

     અરવલ્લી એલસીબી પીઆઇ આર.કે.પરમાર અને તેમની ટીમે અપહરણ કરનાર અજાણયા શખ્શો અપહરણ થયેલ યુવતીના  પરિવારજનો અને સગા-સબંધીઓની સંડોવણી હોવાની જાણ થતા તાબડતોડ યુવતીના વતન દાહોદ ખાતે પહોંચી શોધખોળ હાથધરી હતી. ત્યારે અપહરણકારો યુવતીને કારમાં અપહરણ કરી મહેમદાબાદ ખાત્રજ ચોકડી નજીક ગાંધી રાખેલ હોવાની જાણ થતા એલસીબીની ટીમે રાત્રે બે વાગે યુવતીને જે સ્થળે રાખવામાં આવી હતી ત્યાં છાપો મારી યુવતીનું અપહરણ કરનાર ૧) રામુ મકસીભાઈ ડામોર, ૨) સુરેશ રામુભાઇ ડામોર, ૩) અલ્કેશ રામુભાઇ ડામોર (ત્રણે. રહે, ખરવાણી-દાહોદ), ૪) કિશોર રામાભાઇ દોઢીયાર (રહે, થેરકા-દાહોદ) અને ૫) ગીતા અભેસિંગ બોરા (રહે, ખરોડ-દાહોદ) ને ઝડપી પાડી અપહરણ થયેલ યુવતીને બચાવી લીધી હતી. એલસીબી ટીમે અપહરણના ગુન્હામાં વપરાયેલ કાર પણ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.