મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ ભારત વિકાસ પરિષદ મોડાસા તેમજ જીલ્લા પ્રાથમીક શીક્ષણાધીકારી કચેરી દ્વારા અરવલ્લી જીલ્લામાં વિવિધ સ્કૂલોમાં ૫ દિવસ ઈસરો સાયન્સ એક્ઝિબિશન યોજાયું હતું આ એકઝીબીશનમાં ઈસરોના ખ્યાતનામ વૈજ્ઞાનિકો અને તેમની ટીમ ઉપસ્થીત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ખગોળીય અવકાશ અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર અંગે માહીતગાર કરવામાં આવ્યા હતા જેમાં ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓએ એકઝીબીશન નિહાળ્યું હતું ૫ દિવસીય પ્રોગામનું સમાપન સૂર્યા એકલવ્યમાં કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જીલ્લામાં યોજાયલ ઈસરોના ૫ દિવસના કાર્યક્રમ માં સ્પેસ એપ્લિકેશન સેંટર ઈસરોના ડેપ્યુટી ડાયરેક્ટર લેવલના સાઇન્સ્ટિસ્ટ તેમની ટીમે એકઝીબીશન સેન્ટરની મુલાકાત લેનાર ૨ હજારથી વધુ વિદ્યાર્થીઓને ભારે ઉત્સાહ પૂર્વક ઈસરો અને સ્પેસ સાયન્સ વિષે ઉંડાણપૂર્વક સમજાવ્યું હતું આ એકઝીબીશનની મુલાકાત જીલ્લા પોલીસવડા સંજય ખરાત, જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી સ્મીતાબેન પટેલ અને વિવિધ સ્કૂલના ટ્રસ્ટીઓ અને શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના પ્રમુખ ર્ડો.નાગેન્દ્રસિંહ બિહોલા, મંત્રી રાજેન્દ્ર પટેલ, પ્રચાર મંત્રી ઉત્તમ પટેલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.