મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : ૨૧મી ઓક્ટોબરના દિવસને પોલીસ શહીદ દિનના દિવસે અરવલ્લી જીલ્લામાં જીલ્લા પોલીસતંત્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે પોલીસકર્મીઓએ પોતાની ફરજની સાથેસાથે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમને સમર્પિત થઈને કોરોનાના આ કપરા સમયે લોકોની મદદ માટે બ્લડ ડોનેશનનું ઉમદા કાર્ય કર્યું હતું. અરવલ્લી જીલ્લા પોલીસે ન્યુ લીપ હાઈસ્કૂલ, ભિલોડા પોલીસ સ્ટેશન અને બાયડ પોલીસ સ્ટેશને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે રક્તદાન કરી "રક્તદાન મહાદાન...ટીપે ટીપે જીવતદાન"ની યુક્તિને સાર્થક કરી અન્ય લોકોને પ્રેરણા આપી હતી. 

અરવલ્લી જિલ્લા પોલીસ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સયુંકત ઉપક્રમે કોરોનાની મહામારી વચ્ચે લોકો બ્લડ ડોનેશન કરતા ખચકાટ અનુભવી રહ્યા છે ત્યારે દર્દીઓ અને જરૂરિયાતમંદ માટે લોહીની ખપતના પડે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો.મોડાસા શહેરમાં આવેલ ન્યુ જેમાં ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે, ભિલોડા પોલીસ સ્ટેશન,બાયડ પોલીસ સ્ટેશન રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પ્રથમ બ્લડ ડોનેટ કરીને શરૂઆત કરી હતી. સોશિયલ ડિસ્ટન્સ રાખીને તેમજ સૅનેટાઇઝ મશિન મૂકીને પુરી તકેદારી રાખવામાં આવી હતી. સવારે ૯:૩૦ વાગ્યા થી સાંજે ૪ વાગ્યા સુધી પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ જવાનો અને સ્વૈચ્છીક સંસ્થાઓના કાર્યકર્તાઓ અને રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરતા 300 થી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. ભિલોડા પીએસઆઈ રાજપૂત તેમની ટીમે અને બાયડ મહિલા પીઆઈ ગોહિલ અને તેમની ટીમે રક્તદાન માટે ભારે જહેમત ઉઠાવી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરત પરમાર અને તેમની ટીમે ત્રણ સ્થળે રક્તદાતાઓ માટે મેડિકલ ટીમ સાથે સુસજ્જ બની સુવિધા પુરી પાડી ઉમદા કાર્ય કર્યું હતું. 

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા કોરોનાના આવા સમયે લોકોની મદદ કરવાના આશયથી સતત ભગીરથ કાર્યો કરવામાં આવે છે. આ બ્લડ ડોનેશન મારફતે લોકોને નવજીવન માટે કામ લાગશે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરાવલ્લીએ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.