મેરાન્યૂઝ નેટવર્ક. અરવલ્લી: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે ચાર્જ સંભાળતા ની સાથે જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીપો છિપાવાનું ચાલુ કર્યું છે હજુ પણ યથાવત રહ્યું છે. વધુ એકવાર માલપુર પીએસઆઈ અને વિવિધ પોલીસસ્ટેશન અને વિવિધ શાખાઓમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ૧૪ પોલીસકર્મીઓની બદલી કરતા જીલ્લા પોલીસતંત્રમાં વધુ એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. જીલ્લા પોલીસવડાએ છિપેલા બદલીના ગંજીપા થી “કહી ખુશી કહી ગમ” જેવો માહોલ પોલીસબેડામાં જોવા મળ્યો હતો. વર્ષોથી પોલીસસ્ટેશનમાં મલાઈદાર સ્થાને ગોઠવાયેલા પોલીસકર્મીઓની બદલી થતા તેમની દિવાળી બગડી છે. જીલ્લા પોલીસતંત્રમાં ભ્રષ્ટાચારની ઉધઈ છેક સુધી ઘર કરી ગઈ હોવાની ઉઠેલી બૂમો વચ્ચે એસપી સંજ્ય ખરાતે પોલીસકર્મીઓની બદલીઓ કરતા પોલીસબેડામાં આનંદ જોવા મળી રહ્યો છે.
 
ગુરુવારે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકીની બદલી મેઘરજ પોલીસે સ્ટેશનમાં કરી દીધી છે. મેઘરજ પીઆઇ ભરવાડને એસઓજી પીઆઈ નો સંપૂર્ણ ચાર્જ સુપ્રત કર્યો હતો તો મહિલા પીઆઈ એફ એલ રાઠોડ ને માલપુર પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. માલપુર પીએસઆઈ સોલંકીની લોકડાઉનમાં અને પ્રોહીબીશનની સારી કામગીરી છતાં બદલી કરી દેવતા પોલીસબેડામાં ચર્ચા શરુ થઇ છે. માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકીની બદલી રાજકીય દબાણવશ કરવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
 
અરવલ્લી પોલીસ અને તેમની કામગીરી કોઈને કોઈ કારણોસર હંમેશા ચર્ચા સ્થાને રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગૃહખાતાની આડપંપાળ અને ભ્રષ્ટ અધિકારીઓની કારણે જિલ્લા પોલીસની છાપ ખરડાઈ છે. મોટેભાગે વિદેશી દારૂની હેરાફેરી સામે જાણી જોઈ કરાતા આંખ આડા કાન,બુટલેગરો સાથેની ભાઈબંધીને લઈ જિલ્લામાં ઘરફોડ તસ્કરો પણ પોલીસ કબ્જામાંથી દારૂ ચોરતાં શીખી ગયા છે. શામળાજી પોસઈને તાજેતરમાં જ બુટલેગરને મદદરૂપ થવાના કારણોસર ફરજ મોકૂફ કરી દેવાયા હતા. જીલ્લા પોલીસતંત્રમાં વિવિધ પોલીસ સ્ટેશન અને વીવીધ શાખાઓમાં ફરજ બજાવતા ૧૪ ડ્રાઈવર પોલીસકર્મીની બદલી કરી બદલીના સ્થળે કોઈ પણ પ્રકારના બેક રેફ્રન્સ વગર તાત્કાલીક અસરથી હાજર થવાની તાકીદ કરાઈ છે.