જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લામાં કૉરોના કાળમાં જે-તે સમયે આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો. સિવિલનો અભાવ હોવાથી અનેક લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો હતો પણ જે-તે સમયે એકેય નેતા ફરક્યા નહોતા. સિવિલની તાતી જરૂરિયા હતી પણ એ સમયે ICU ઑન વ્હીલની માંગ પણ ઉઠવા લાગી હતી. મેરા ન્યૂઝમાં 9 જુલાઇ 2020 ના રોજ આ અંગે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે અરવલ્લી જિલ્લાની બદનસીબી જુઓ સિવિલ તો છોડો ICU ઑન વ્હીલ એમ્બ્યૂલન્સ પણ નથી. પણ આ અંગે તંત્ર કે નેતાઓને આમાં જરાય રસ નહોતો જેથી અનેક લોકોએ કૉરોનામાં આરોગ્ય સુવિધાઓના અભાવ વચ્ચે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પણ હવે અરવલ્લી જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડે ICU ઑન વ્હીલ એમ્બ્યૂલન્સ માટે ગ્રાન્ટની ફાળવણી કરી છે. કોરોના સંક્રમણમાં એમ્બ્યુલન્સ ઓન વહીલ્સ આપી હોત તો અનેકના જીવ બચી ગયા હોત અને નેતાઓને પણ આશીર્વાદ મળતા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
Advertisement
 
 
 
 
 
સંસદસભ્ય દિપસિંહ રાઠોડે અરવલ્લી જિલ્લા માટે આઇસીયુ ઓન વ્હીલ માટે 24 રૂપિયાની ગ્રાન્ટ ફાળવી કરતા હવે આરોગ્યલક્ષી સેવા આપવાની આશામાં પ્રાણ પુરાયા છે. આ અંગે વધુ માહિતી આપતા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી એ જણાવ્યું હતું કે, અરવલ્લી જીલ્લાની જનતા માટે સંસદસભ્ય દીપસિંહ રાઠોડે કટોકટી ની પરિસ્થિતિ માં મૂકાયેલાં દર્દીને નવજીવન મળે તે માટે આરોગ્યને છેલ્લામાં છેલ્લી સુવિધા સાથે આઇસીયુ ઓન વ્હીલ માટે ચોવીસ લાખની ગ્રાન્ટ ફાળવી છે. આ માટેની વહીવટી મંજૂરી જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા અપાઈ ચૂકી છે. આઇસીયુ ઓન વ્હીલ નું સંચાલન સાર્વજનિક હૉસ્પિટલ મોડાસા કરશે. દર્દીને ઘરેથી લાવવા અને જરૂરિયાત મુજબ અમદાવાદ ખાતે લઇ જવા માટે આઇસીયુ ઓન વ્હીલ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકશે.
શું છે આઈસીયુ ઓન વ્હીલ ...કઈ રીતે ગંભીર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે
આઈસીયુ ઓન વ્હીલ એક એવી વ્યવસ્થા છે કે, ઈમર્જન્સીમાં દર્દીઓન બીજી જગ્યાએ રીફર કરવામાં કોઈ જ અગવડ ન પડે અને વેન્ટિલેટર તેમજ ઓક્સિજન સહિતની સુવિધા આઈસીયુ ઓન વ્હીલમાં મળી શકે, સામાન્ય રીતે આઈસીયુ ઓન વ્હીલમાં વેન્ટિલેટર, મોનિટર, એ.સી., ઇન્ફ્યુઝન પંપ, ઓક્સિઝન, ઇમર્જન્સી દવાની કીટ, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.