મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગાંધીના ગુજરાતમાં દૂધ કરતા દારૂ વધુ વેચાતો હોવાની બૂમો અનેકવાર ઉઠી છે. દારૂના ધંધામાં રહેલી અધધ નફાના પગલે રાજ્યમાં અનેક યુવાનો સહેલાઇથી રૂપિયા કમાવવા બુટલેગર બની રહ્યા છે. અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો રાજસ્થાનને અડીને આવેલી હોવાથી અનેક બેરોજગાર યુવકો વિદેશી દારૂની ખેપ અને વેપલો કરી રહ્યા છે. મોડાસા ગ્રામ્ય પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીક પલ્સર બાઈક પર વિદેશી દારૂ ભરી પસાર થતા બુટલેગરને ઝડપી લીધો હતો. સુનોખનો રાહુલ ડેડોર નામનો યુવક હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રહેતા વિપુલ જયસ્વાલને ડીલેવરી કરવા નીકળ્યો હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે બંને બુટલેગરો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

Advertisement


 

 

 

 

 

મોડાસા રૂરલ પીઆઈ મુકેશ તોમર અને તેમની ટીમે અમદાવાદ- ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલી રાજેન્દ્રનગર ચોકડી પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા જયરાજસિંહ નામના પોલીસકર્મીને શામળાજી તરફથી નંબર પ્લેટ વગરની પલ્સર બાઈક પર દારૂની ખેપ થઇ રહી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારિત પલ્સર આવતા અટકાવી તલાસી લેતા બાઈક પર રહેલા થેલામાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ મળી આવતા પોલીસે બાઈક ચાલક બુટલેગર રાહુલ ગોવિંદભાઇ ડેડોરને દબોચી લઇ ૫ હજારના દારૂ સહીત ૬૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે રાહુલ ડેડોરની સઘન પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રહેતા વિપુલ જયસ્વાલને આપવાની કબૂલાત કરતા પોલીસે બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી રાહુલ ડેડોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિપુલ જયસ્વાલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા