મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં “હર ઘર દસ્તક” કાર્યક્રમ અંતર્ગત તા. ૦૩ નવેમ્બરથી કોવિડ-૧૯ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લી જીલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ  કોવિડ-૧૯ રસીકરણના પ્રથમ ડોઝ અને બીજા ડોઝના બાકી રહેતા લાભાર્થીનું ઘરે જઇ રૂબરૂ મુલાકાત દ્વારા “હર ઘર દસ્તક” અંતર્ગત રસીકરણની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી.

અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “હર ઘર દસ્તક”કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.જી.શ્રીમાળીની રાહબરી હેઠળ ૧૧૭ ટીમોએ ૭૪,૬૦૧ ઘરોની રૂબરૂ મુલાકાત દ્વારા તે ગામોના બાકી રહેલ પ્રથમ ડોઝના ૬૩૧ લાભાર્થીઓ અને બીજા ડોઝના ૮૦૭૦૪ લાભાર્થીઓનું કાઉન્સેલીંગ અને મોબીલાઈઝેશન કરી કોવિડ-૧૯ રસીના ડોઝ આપી રસીથી સુરક્ષિત કરાયા તેમજ જીલ્લામાં કોવિડ-૧૯ રસીકરણથી બાકી રહેતા તમામ ૧૮ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનું રસીકરણ કરાવી કોવિડ-૧૯ થી રક્ષીત થાય તેવું વહીવટી તંત્રનું આહવાન છે.