મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : કોરોના વૈશ્વીક મહામારીના પગલે એક વર્ષ સ્થગીત કરેલ રાજ્યકક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન કચ્છના ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું  રાજ્યકક્ષાની સ્ટીગા કોસ્કો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ-૨૦૨૦માં સમગ્ર રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસાના અરમાન શેખે સિલ્વર અને જન્મેન્જય પટેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા મોડાસા શહેરના બંને ખેલાડીઓએ રાજ્યની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી આગામી સમયમાં ૨૪ ફેબ્રુઆરીએ યોજાનાર નેશનલ કક્ષાએ રમવા જશે બંને ખેલાડીઓએ કોરોના સંક્રમણમાં પણ ઘરે અને પ્રેક્ટિસ સ્થળે કોચ મઝહર સુથારના માર્ગદર્શન હેઠળ અથાગ મહેનત થકી જ્વલંત સફળતા મેળવી સમગ્ર રાજ્યમાં મોડાસા શહેરનું નામ રોશન કર્યું છે 

લક્ષ્ય હાંસલ કરવા રોજના ૮ કલાક પ્રેક્ટિસ કરી 

અરમાન અને જન્મેન્જય ના કોચ મજહસ સુથાર ના જણાવ્યા પ્રમાણે બંને ખેલાડીઓ ટેબલ ટેનિસ ક્ષેત્રે દિવસે ને દિવસે સારું પ્રદર્શન કરી રહ્યો છે ત્યારે દેશ માટે રમવાનું લક્ષ્ય પૂરું કરવા બંને ખેલાડીઓ  રોજના ૮ કલાક પ્રેક્ટિસ કરી રહ્યો છે મોડાસા શહેરના અન્ય ખેલાડીઓ પણ અથાગ પરિશ્રમ થકી આગામી સમયમાં મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કરશે 

અરમાન શેખની સંઘર્ષમય કહાની પર એક નજર 

સામાન્ય લઘુમતી સમાજમાંથી આવતા અરમાને નાની ઉંમરે જ પિતા ની છત્ર છાયા ગુમાવતા માનસિક રીતે પડી ભાંગેલા અરમાન માટે તેના કાકા રીઝવાન શેખે હિંમત આપી હતી અને તેના ઉત્સાહમાં વધારો કર્યો હતો.અરમાન ને ટેબલ ટેનિસ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે કાકા એ 30 વર્ષની ઉંમર થવા છતાં લગ્ન નથી કર્યા અને અરમાન ના અરમાન પુરા કરવા દરેક ક્ષેત્રે મહત્વનું યોગદાન અને બલિદાન પણ આપ્યું છે.અરમાને બરોડા , ભાવનગર , સુરત સહિત ના મોટા શહેરોમાં માં યોજાયેલી સ્પર્ધાઓમાં ભાગ લઈ સારા ખેલાડીઓ ને હરાવી સિલ્વર મેડલ મેળવ્યા છે ત્યારે આગામી સમયમાં દેશ માટે રમી ગોલ્ડ મેડલ મેળવવાની ઈચ્છા ધરાવે છે.