મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કોની રહેમ નજર હેઠળ ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે? આ પ્રશ્નના જવાબમાં વારંવાર પોલીસ પ્રશાસન ઉપર આંગળીઓ ઉઠે છે અને હદ તો ત્યાં થાય છે કે, બુટલેગરો પાસેથી હપ્તાની લેતી દેતી મામલે પોલીસ અને બુટલેગરો વચ્ચે લોહિયાળ જંગ પણ થાય છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ બુટલેગરો પાસેથી હપ્તા લઇ ભાઈબંધી નીભાવતા હોવાથી બુટલેગરો અને અસામાજીક તત્ત્વો બેફામ બન્યા છેજ.

મેઘરજ પોલીસે પલ્સર બાઈક પર દારૂની ખેપ મારતા બુટલેગરનો પીછો કરતા સરકારી જીપ અને પલ્સર બાઈક વચ્ચે ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા. પોલીસજીપની ટક્કરે બુટલેગર બાઈક સાથે રોડ નીચે ફંગોળાઈ જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે આજુબાજુથી મહિલાઓ અને લોકો દોડી આવ્યા હતા અકસ્માતની ઘટનાના પગલે એક મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ અધિકારી સામે રોષ પૂર્વક હપ્તા લો છો એ આખી દુનિયા જાણે છે સહીતના આક્ષેપ કરતો સ્થાનીક વ્યક્તીએ વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ભારે ચકચાર મચી છે ઈજાગ્રસ્ત બુટલેગરને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાની સાથે પોલીસે તેની પાસેથી એક પેટી દારૂ મળતા ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથધરી હોવાની માહીતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર મેઘરજ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે નજીકના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવા બુટલેગર પલ્સર બાઈક પર વિદેશી દારૂની પેટી ભરી પસાર થતા મેઘરજ પોલીસે બાઈકનો પીછો કરતા પોલીસજીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક અને બુટલેગર રોડ સાઈડ ખાડામાં ખાબકતા બુટલેગરના શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે બુટલેગરના પરિવારજનો અને સગા-સબંધી દોડી આવ્યા હતા. બુટલેગર ઈજાગ્રસ્ત હાલતમાં જોતા એક મહિલા વીફરી હતી અને પોલીસ અધિકારી સામે પોલીસ હપ્તા લેતી હોવાનું આખી દુનિયા જાણે છે. તમારે પચ્ચી રૂપિયા લેવા હોય તો કેવું હતું અને આને (બુટલેગર) અને એના ઘરવાળાને પણ અંદર કરી દયો અને પછી તમે લેતા ન લેતા રેજો અને ખાતા ન ખાતા રે જો સહીત અનેક આક્ષેપ કર્યા હતા. મહિલા સહીત અન્ય લોકો પણ પોલીસની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતો અને બુટલગર પાસે પોલીસ હપ્તા લેતી હોવાનો આક્ષેપ કરતો. ઘટનાસ્થળનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસની શાખ દાવ પર લાગી છે.