મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: ગુજરાતમાં ૮૬૬૪ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે જેમાં મતદાન મથકો પર શિક્ષકો મતદાનની પ્રક્રિયા સંભાળી રહ્યા છે. અરવલ્લી જીલ્લાના મલેકપુર પ્રાથમીક શાળાના આચાર્ય દિનેશભાઇ પરમારને નવા વેણપુર ગામના મતદાન મથક પર મદદનીશ પ્રીસાઈન્ડીંગ ઓફિસર તરીકે ફરજ સોંપતા શનિવારે સ્થળ પર હાજર થઇ ગયા હતા. ત્યારે રાત્રીના સમયે હૃદયરોગનો હુમલો આવતા આચાર્યને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ખસેડે તે પહેલા પ્રાણપંખેરું ઉડી જતા ચૂંટણીમાં ફરજ પર મુકાયેલ અધિકારીઓ અને કર્મચારીઓમાં શોકની લાગણી છવાઈ હતી. ચૂંટણી ફરજના ગણતરીના કલાકો પહેલા શિક્ષકનું મોત નિપજતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી તંત્રએ મતદાન પ્રક્રિયા યથાવત રાખી હતી. 

Advertisement


 

 

 

 

 

અરવલ્લી જીલ્લાની મલેકપુર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ પરમારની નવા વેણપુર ગામના મતદાન મથક પર મદદનીશ પ્રીસાઈન્ડીંગ ઓફિસર તરીકે નિમણુંક થતા શનિવારે નવા વેણપુર મતદાન મથક પર ફરજ માટે હાજર થઇ ગયા હતા. શનિવારે રાત્રીના સમયે હૃદયરોગનો હુમલો આવતા મતદાન મથકમાં જ શિક્ષકનું મોત થતા ભારે ચકચાર મચી હતી. શિક્ષકનું હૃદયરોગ હુમલાથી મોત થતા શિક્ષણ આલમમાં ગમગીની છવાઈ હતી અધિકારીઓ અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતક આચાર્યના પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. શામળાજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી અન્ય ચૂંટણીઓમાં શિક્ષકો મહત્વની જવાબદારી નિભાવતા હોય છે. ચૂંટણીમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓની નિમણુંક કરવામાં આવતી હોય છે અને ચૂંટણીમાં ફરજ બજાવવા એક દિવસ પહેલા જ મતદાન મથકો પર મતદાનની કામગીરી માટે પહોંચી મતદાન માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાતા હોય છે.