મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી:  સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સમયમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે  વિધાર્થીઓને શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પાથેય એપ લોન્ચ કરવામાં આવી છે જેનાથી વિધાર્થીઓને ઘરે બેઠા સરળતાથી શિક્ષણ પ્રાપ્ત થશે. 

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. અનિલ ધામેલીયા દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશનમાં ધોરણ પથી ૮ના ૧.૪૨ લાખ વિધાર્થીઓને સહાયરૂપ બનશે. આ એપમાં ધોરણ-૩થી પના પર્યાવરણ અને ધો- ૬થી ૮ના સામાજીક વિજ્ઞાનના જ્ઞાનવર્ધક પ્રશ્નો, હોમલર્નિગનો ધોરણવાર વિડીયો, સર્વશિક્ષા અભિયાનનો પોપઅપની તમામ વિગતો, આધાર અનેબલ ડાયસ, વિધાર્થીઓની ઓનલાઇન હાજરી સહિત અગત્યની શિક્ષણલક્ષી માહિતીને આવરી લેવામાં આવી છે.  

આ એપથી શિક્ષણમાં રચનાત્મક સુધારો, વિધાર્થીઓનું સ્વમૂલ્યાકંન, કઠિન પ્રશ્નોનું વિડીયો દ્વારા નિરાકરણ સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એપના લોન્ચિંગ વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી  સ્મિતાબેન પટેલ સહિત અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.