મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે “નિર્ભયા” કાંડને અંજામ આપનાર ચાર આરોપીઓ માંથી ૩ આરોપીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જેમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે.પોલીસે ૧૯ વર્ષીય યુવતીના અપહરણમાં વપરાયેલી આઈ-૨૦ કાર આરોપીના ઘરે થી કબ્જે લીધી  હતી ત્યારે યુવતીના પરિવારજનો અને અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની કામગીરી સામે આરોપીઓને છાવરવામાં આવતા હોવાની સાથે ઢીલી નીતિ અપનાવનાર એસપી અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવેની માંગ સાથે સમગ્ર કેસની તપાસ એસઆઈટી ને તપાસ સોંપવામાં આવેની માંગ સાથે રવિવારે યુવતીના પરિવારજનોએ અને અગ્રણીઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.આરોપીઓની ધરપકડ કર્યા પછી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

રવિવારે “નિર્ભયા” ના પરિવારજનો અને અનુ.જાતિ સમાજના લોકોએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા સમગ્ર કેસની તપાસ કરનાર એસ.સી-એસટી સેલના ડીવાયએસપી એસ. એસ. ગઢવી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને પરિવારજનો અને અનુ.જાતિ સમાજના અગ્રણીઓ સાથે
ચર્ચા કરતા ચર્ચા ઉગ્ર બનતા તપાસ અધિકારી એસ.એસ.ગઢવીએ જણાવ્યું કે, 'ફરિયાદ અને ફરિયાદીની બહેનનાં નિવેદન સિવાય અમારી પાસે કોઇ અન્યનાં નિવેદનો નોંધાયા નથી. જો તેમના પરિવારમાંથી અન્ય નિવેદનો આપવામાં આવે તો અમારી કાર્યવાહી આગળ ચાલે. અમે મૃતક યુવતીનાં મેડિકલ તપાસ કરાવવા માટે આપી દીધા છે. ત્યાર પછી ઉગ્ર રજુઆત પછી તાડુક્યા હતા કે, મારી સામે પણ સમાજ કે પરિવારને કોઇપણ ફરિયાદ હોય તો તેની પણ તેઓ મારા ઉપરી કે મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકે છે. મેં જે કંઇ કર્યું છું તે બધું જ કાગળ પર છે. અમે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.'