જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): કોરોના સંક્રમણ દરમિયાન અનેક ધંધા રોજગાર ઠપ થઇ ગયા હતા. અરવલ્લી જીલ્લાના ભિલોડા નગરમાં રેતી-કપચીનો વ્યવસાય કરતા વેપારીને ધંધામાં ભારે નુકસાન જતા તેના બે જેસીબી સહીત ૫ વાહનો વેચવાની નોબત આવતા હિંમતનગરના દલાલ મારફતે જૂનાગઢના કુખ્યાત ગુન્હાહિત પ્રવૃત્તિમાં માહેર મુન્ના મીરને વેચાણ આપ્યા પછી વેપારી સાથે ઠગાઈ કરી બરોબર વાહનો વેચી દેતા વેપારીએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. મુદ્દામાલ રિકવર કરવાનો બાકી રહેતા સમગ્ર કેસ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસિયાને સોંપતા ૫ વાહનો મોરબી પંથકમાંથી રિકવર કર્યા હતા અને વધુ તપાસ હાથધરી હતી.

ભિલોડામાં રેતી કપચીના વ્યવસાય સાથે સંકળાયેલા રહેમત ખાન મુનિરખાન મકરાણીનો કોરોના સંક્રમણમાં ધંધો ઠપ થઈ જતા તેમની પાસે રહેલા બે જેસીબી, બે ટ્રેકટર અને ડમ્પર હિંમતનગરના વાહનોની દલાલી કરતા ફારૂકમીયા મહેમુબમીયા કાઝી અને ઈમરાન એમ. છીપા મારફતે જૂનાગઢના કુખ્યાત માથાભારે શખ્સ મુન્નાભાઈ ઇબ્રાહીમભાઇ ચંદાણીને વેચાણ કર્યા પછી ત્રણે શખ્સોએ રહેમતખાન મકરાણીને રૂપિયા ન આપતા છેતરપિંડી કરતા વેપારી પર આભ તૂટી પડ્યું હતું. આખરે રહેમતખાન મકારાણીએ ત્રણે ચીટરગેંગ દલાલો સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે ત્રણે આરોપી સામે ગુનો નોંધી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસ વેપારીનો મુદ્દામાલ રિકવર કરી ન શકતા સમગ્ર કેસની તપાસ જીલ્લા નાયબ પોલીસવડા ભરત બસિયાને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Advertisement


 

 

 

 

 

ડીવાયએસપી ભરત બસિયા અને તેમની ટીમને મુન્ના મીર નામના આરોપીએ ભિલોડાના વેપારી પાસેથી છેતરપિંડી કરી મેળવેલ ૫ વાહનો મોરબી પંથકમાં બારોબાર વેચાણ કરી દીધા હોવાની તપાસમાં બહાર આવતા મોરબી પંથકમાં ધામા નાખી સીરામીક ફેક્ટરીઓથી ધમધમતા વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથધરી ૬૫ લાખના વાહનો રિકવર કર્યા હતા ભિલોડાના વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપી ગુન્હાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે DYSP ભરત બસિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભિલોડાના વેપારી સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કરનાર આરોપી મુન્ના મીર ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે. તેને રાજ્યના અનેક જિલ્લાઓમા ગુન્હાઓને અંજામ આપ્યો છે. તેની સામે હત્યા આર્મ્સ એક્ટ છેતરપિંડી, વિશ્વાસઘાત, ઠગાઈ તેમજ અપહરણ, પોલીસના કબજામાંથી આરોપીઓ ભગાડવા સહિત અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે.