મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા VCE ને તમામ તાલુકા પંચાયત દ્વારા EOL સર્વે ની કામગીરી કરવાનો  ઓર્ડર  કરવામાં આવ્યો છે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવતા જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા ને આવેદનપત્ર આપી VCE કર્મચારીઓ EOL ની કામગીરી કરવા અસમર્થ હોવાનું જણાવી ગ્રામ પંચાયતના અન્ય ડીઝીટલ કામગીરી અટકી ન પડે તે માટે EOL ની કામગીરીથી દૂર રાખવા રજુઆત કરી ન્યાયની માંગ કરી હતી. 

અરવલ્લી જીલ્લા ગ્રામ સાહસિક (કોમ્પ્યુટર ઓપરેટર) મંડળે જીલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે EOL  સર્વેની કામગીરી મિશન મંગલમ ની બહેનો દ્વારા કરવાની અને VCE ને ડેટા એન્ટ્રી કરવી તેવું જણાવેલ હતું ત્યાર બાદ દસ દિવસ થવા છતાં કામગીરી માં કોઈ ફોર્મ ન ભરાતા હવે થી દરેક VCE ને ફોર્મ સર્વે કરવા અને ડેટા એન્ટ્રી કરવા જણાવેલ છે તો અમો VCE આ કામગીરી ગામમાં ફરી સર્વે કરીને પૂર્ણ કરી શકીએ તેમ નથી EOL સર્વેની કામગીરી ઘરે-ઘરે ફરીને કરવી પડે તેમ હોવાથી તેની સીધી અસર ગુજરાત સરકારની digital સેવાઓ જેવીકે જન્મ મરણ , દાખલા , ૭ / ૧૨ અને ૮ / અ ના ઉતારા પી . એમ . કિશાન એન્ટ્રી તથા ગ્રામ પંચાયત માંથી આપવામાં આવતા દરેક દાખલા અને પ્રમાણપત્રો ગ્રામ પંચાયત ના ઈ ગ્રામ કેન્દ્ર માંથી સમયસર પણ નહિ મળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે અને લોકોનો રોષનો ભોગ પણ બનાવની સંભાવનાઓ રહી છે.  ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા VCE વિશ્વગ્રામ સોસાયટી નો કરાર મુજબ કામગીરી કરીએ છીએ અને ઇ-વિશ્વગ્રામ સોસાયટીનો પરિપત્ર મુજબ અમે અન્ય કામગીરી કરવા અસમર્થ હોવાનું જણાવ્યું હતું. 

EOL કામગીરી ને સ્વીકારવાના કારણો 

  1.  VCE  કરેલ pm kishan એન્ટ્રીઓનું પુરનું મહેતાણું મળેલ નથી. 
  2.  જન્મ - મરણ ડેટા એન્ટ્રીનું પુરતું મહેનતાણું મળેલ નથી. 
  3. મગફળી રજીસ્ટ્રેશનનું પુરતું મહેનતાણું મળેલ નથી. 
  4.  વર્ષ ૨૦૧૯ માં કરેલ પાક નિષ્ફળ કૃષિ સહાય ની કામગીરીનું મહેનતાણું મળેલ નથી. 
  5.  જી . પી . ડી . પી ડેટા એન્ટ્રીનું મહેનતાણું મળેલ નથી . મિશન અંત્યોદય ની એન્ટ્રીનું મહેનતાણું મળેલ નથી. 
  6. વિલેજ પ્રોફાઈલ કામગીરીનું મહેનતાણું મળેલ નથી. 
  7.  EVP કામગીરીનું કોઈ મહેનતાણું મળેલ નથી.