મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે અરવલ્લી જીલ્લામાં કેટલાક ખનીજ માફિયાઓ તો જીલ્લા ખાણ ખનીજ અધિકારીની છત્ર છાયા નીચે રેતી અને કાંકરાની ચોરી કરી નદીઓના પાટ સાફ કરી નાખ્યા હતા ડુંગરો-ડુંગરીઓ ના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો હોય તેમ ડુંગરો જમીનદોસ્ત કરી મોટા પ્રમાણમાં પથ્થરો સહીત ખનીજ ચોરી કરી રહ્યા હોવા છતાં આચરવામાં આવતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું ત્યારે જ જીલ્લા ખાણ ખનીજ અધિકારી એન.પી. સંઘવી એ સાત વર્ષ અગાઉ મહેસાણામાં લીઝ આપવામાં ભારે ગેર રીતિ આચરવામાં આવી હોવાના કેસમાં કસુવાર જણાતા ગાંધીનગર થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વડોદરા ખાતે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જીલ્લા ખાણ ખનીજ અધિકારી તરીકે ફરજ બજાવતા એન.પી.સંઘવીએ ખનીજ માફિયાઓ અને ભૂ-માફિયાઓ સાથે સાંઠગાંઠ કરી મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવા આવી હતી અરવલ્લી જીલ્લામાં ફરજ દરમિયાન આચરેલી ગેરરીતે માટે ગાંધીનગર ફ્લાયિંગ સ્કોડ તાપસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ હોવાનું અને ગેરકાયદેસર ખાણ ખનીજ નું ખોદકામ કરતા ખનીજ માફિયાઓને છૂટોદોર આપી દીધા પછી લાખ્ખો-કરોડો રૂપિયાનો દંડ ફટકારી કાયદાનો ડર બતાવી મોટા પાયે તોડ પાણી કરી સરકારી તિજોરીને વર્ષે-દહાડે લાખ્ખો-કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવ્યું છે.

જીલ્લા ખાણ ખનીજ અધિકારી એન.પી.સંઘવી ની ખનીજ માફિયાઓ અને ભૂ-માફિયાઓ સાથે ભ્રષ્ટાચારની આડમાં ભાઈ બાંધી નિભાવતો હોય તેમ કોઈ પણ માહિતી પત્રકાર કે જાગૃત નાગીરીક માહિતી લેવા જાય તો બહાનાબાજી કરવામાં આવતી હતી અને માહિતી માંગનાર અંગેની માહિતી ખનીજ માફિયાઓને આપી દેવામાં આવતા ખનીજ અને ભૂ-માફિયાઓ માહિતી માંગનાર પત્રકાર કે જાગૃત નાગરિક પર ધાક-ધમકી કે પછી એનકેન પ્રકારે દબાણ લાવી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવતો હોવાનું જાગૃત નાગરિકો અને પત્રકાર આલમમાં ચર્ચાઈ રહ્યું છે.

જીલ્લામાં બેફામ ખનીજની ચોરી થતા અને ખનીજ માફિયાઓને રક્ષણ આપતા મોડાસાના એક જાગૃત નાગરિકે અરવલ્લી જીલ્લા ખાણખનીજ અધિકારી એન.પી.સંઘવી વિરુદ્ધ પી.એમ.ઓ સુધી પણ રજુઆત કરવામાં આવી હતી આખરે પી.એન.સંઘવીનું પાપ છાપરે ચઢી પોકારતા ૭ વર્ષ જુના કેસમાં સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખાણ ખનીજ વિભાગમાં ચકચાર મચી છે.