મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા ચાર્જ સાંભળ્યા પછી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લઈ હાલ જિલ્લાની સિસ્ટમને ઠીક કરવા તેમજ વિવિધ બદલાવ કરવા માટે સરકારી કચેરી,ગ્રામ પંચાયત,ગ્રામ્ય વિસ્તારમાં થયેલા વિકાસના કામો તેમજ શાળાઓની અને આંગણવાડીઓ ની મુલાકાત કરી રહ્યા છે.જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયાએ બામણવાડ ગામની આકસ્મિક મુલાકાત લેતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું બામણવાડ ગ્રામ પંચાયતમાં રેકોર્ડ નું અપડેટ થયું છે કે કેમ...? અને વિકાસના કામોની ઝીણવટભરી તપાસ હાથધરી હતી.
 
અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા ગ્રામ્ય વિસ્તારોની સતત મુલાકાત લઈ રહ્યા છે જીલ્લા વિકાસ અધિકારીની સાથે તાલુકા વિકાસ અધિકારી ગોપાલ પટેલ પણ બામણવાડ પહોંચ્યા હતા બામણવાડ ગ્રામપંચાયતના રેકર્ડની તપાસ હાથધરાવાની સાથે પ્રાથમિક શાળાની અને આંગણવાડીની ઓચિંતી મુલાકાતે પહોંચી ગયા હતા જ્યાં તેમણે મધ્યહન ભોજન અંગે ચકાસણી કરી હતી. બાળકોને મધ્યહન ભોજનમાં શું-શું મળે છે અને ભોજન કેવું મળે છે અને મધ્યાહન ભોજનમાં વપરાતા ખાદ્ય પદાર્થોની પણ ચકાસણી જીલ્લા વિકાસ અધિકારીએ કરી હતી શાળાના બાળકો સાથે અભ્યાસ અંગે ચર્ચા કરવાની સાથે બાળકોના અભ્યાસ કરવાની સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી.

અરવલ્લી જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારી નો આકસ્મિક ગ્રામ્ય પ્રવાસ થી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓ , ગ્રામ પંચાયતો અને શાળામાં અને આંગણવાડીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.